માંડવી : માંડવી તાલુકાના મુખ્ય માર્ગો સમારકામ બાદ બે જ મહિનામાં જર્જરીત થઈ જતાં પ્રજાજનોમાં આક્રોશ વ્યક્ત થયો હતો. ટુંક સમયમાંજ માર્ગની હાલત બતથી બત્તર થઈ જતાં તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. પ્રજાજનો દ્વારા સોશીયલ મિડીયા પર તુટી ગયેલ માર્ગોના ફોટો મૂકી તેમજ તેના પર ટિપ્પણીઓ કરી વિરોધ કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં.
વસાદથી રાજ્યના ઘણા ખરા માર્ગો બિસ્માર અવસ્થામાં આવી ગયા છે. તો તે સંદર્ભે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઘણા મુખ્ય માર્ગો જેમકે માંડવી - કિમ, માંડવી - ફેદરિયા - પીપલવાડા તેમજ માંડવી તાપી નદી પર આવેલ ઘરેડિયા નાકા નો નાનો પૂલ તેમજ માંડવી - તરસાડા બાર ને જોડતો તાપી નદી પરનો મોટા પૂલનો માર્ગ આ સૌ માર્ગો સ્ટેટ હાઇવે ના મુખ્ય માર્ગો હોવાથી તેના પર ૨૪ કલાક નાના તેમજ મોટા વાહનોની અવર જવર સતત ચાલુ રહેતી હોય છે. અગાઉ બે મહિના પહેલા પણ આ માર્ગોમાં ભંગાણ પડ્યું હતું. ત્યારે તંત્રને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફક્ત માર્ગના ખાડાઓ પૂરી દેવામાં આવ્યા હતા. પરંતુ ફક્ત બે જ મહિનામાં આ તમામ માર્ગોની હાલત ફરી બતથી બત્તર થઈ જતાં પ્રજાજનોમાં ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. તેમજ આવા હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ માર્ગ બનાવવા કરાતા તંત્રની કામગીરી પ્રજાજનોના શંકાના દાયરામાં આવી રહી છે.
Loading ...