મહેસાણા-

સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ગઈકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં વધુ ૭ શહેરનો ઉમેરો કરીને કુલ ૩૬ શહેરમાં રાત્રી કફ્ર્યુની જાહેરાત કરી હતી. આ કફ્ર્યુનો અમલ આગામી ૧૨ મે સુધી રહેશે. સરકારના રાત્રી કર્ફ્યની જાહેરાતની વચ્ચે અનેક ગામડા અને નાના શહેરમાં પણ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે ત્યારે હવે મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં પણ ૧૦ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સ્વૈચ્છિક લોકડાઉન ૭ મેથી શરૂ થઈને ૧૬ મે, ૨૦૨૧ સુધી લાગુ રહેશે.બહુચરાજીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. બહુચરાજીમાં ગ્રામ પંચાયત અને વેપારી એસોસીએશને સાથે મળીને આ ર્નિણય કર્યો છે. જેના કારણે હવે ૭ મેથી ૧૦ દિવસ માટે બહુચરાજીમાં બજારો બંધ રહેશે.