03, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
4356 |
હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો કોર્ટે આપ્યો છે. અગાઉ કોર્ટે તેમના દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. ત્યારે હવે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને વહીવટીતંત્ર અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરે છે.
અમેરિકન કોર્ટના જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે ટ્રમ્પ સરકારે ગયા વર્ષના ઉનાળા દરમિયાન લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ સૈનિકો તહેનાત કરીને અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. 2 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટનમાં ચુકાદો આપતા ન્યાયાધીશે કહ્યું કે ટ્રમ્પ સરકારની કાર્યવાહી પોસે કોમિટેટસ એક્ટનું ઉલ્લંઘન કરે છે, જે સ્થાનિક કાયદા અમલીકરણ માટે લશ્કરી દળોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. તેમણે નેશનલ ગાર્ડ સૈનિકોની તૈનાતી ગેરકાયદેસર ગણાવી હતી. જોકે, બ્રેયરે અપીલ માટે સમય આપતા 12 સપ્ટેમ્બર સુધી નિર્ણય પર સ્ટે મૂક્યો.