સાવરકુંડલા-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો સાવરકુંડલામાં પડ્યો છે. ભાજપ દ્વારા આયોજિત ખેડૂત સંમેલનમાં સાવરકુંડલા એપીએમસીના આગેવાનોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ તમામ આગેવાનોને પક્ષમાં આવકાર્યા હતા. રિપોર્ટ અનુસાર સાવરકુંડલામાં ભાજપ દ્વારા કૃષિ કાયદાના સમર્થનમાં કૃષિ સંમેલનનું આયોજન કરવામ આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખાંભા એપીએમસીના ૧૦ ડિરેક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતી. કોંગ્રેસના ૧૦ આગેવાનો ભાજપમાં જાેડતા સાવરકુંડલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના મોટો ફટકો કોંગ્રેસના પડ્યો તેમ કહી શકાય.

કૃષિ મંત્રી આર.સી. ફળદુએ તમામ ડિરેક્ટરને સ્ટેજ પર ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. સૌથી પહેલા અમરેલીના લાઠીમાં કોંગ્રેસમાં આગેવાનો ભાજપમાં જાેડાયા હતા. આ ઉપરાંત ખાંભામાં પણ કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો હવે ભાજપમાં જાેડાયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમરેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જ્યારથી કમાન સંભાળી છે, ત્યારથી પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડી રહ્યું છે. એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ અવારનવાર કોંગ્રેસના નેતાઓના ભાજપમાં નહીં લેવામાં આવે તેવું કહી રહ્યા છે પરંતુ સરકારના મંત્રીઓના હસ્તે જ કોંગ્રેસી નેતાઓને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકારવામાં આવે છે.

મહત્ત્વની વાત છે કે, ૧૧ ડિસેમ્બરના રોજ કોંગ્રેસની એક જ દિવસમાં બે ફટકા પડ્યા હતા. દ્વારકાની ઓખા નગરપાલિકાના કોંગ્રેસના બે સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ બંને સભ્યોના નામ કિશોર અગ્રાવત અને અંજલી માણેક છે. જેમાં કિશોર અગ્રાવત વોર્ડ નંબર ૭ના સભ્ય છે અને અંજલી માણેક વોર્ડ નંબર ૮ના સભ્ય છે. કોંગ્રેસના બન્ને સભ્યોએ ભાજપના નેતા ખીમ જાેગલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત ૧૧ ડિસેમ્બરના રોજ સવારના સમયે પરેશ ધાનાણીના ગઢમાંથી જ ૧૫ જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.