લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓગ્સ્ટ 2021 |
5544
અમદાવાદ-
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિવાદ જગ જાહેર બન્યો છે. ત્યારે ભરત સોલંકીના પત્ની રેશ્મા પટેલે વધુ એક જાહેર નોટીસ પાઠવી છે. આ નોટીસમાં તેમણે ભરતસિંહ સોલંકીની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું જણાવ્યું છે અને પોતાના ભાગ હોવાથી કોઈએ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે.

મહત્વનું છે કે રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે આક્ષેપ લગાવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ મનીષા અને અન્યના ખાતામાં 3 લાખ ડોલર જણા કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. જાહેર નોટીસમાં ઉલ્લાખ કરાયો છે કે ભરત સોલંકીએ તેમને ઘરમાંથી કાઢી મુકતા તેઓ અમેરિકા જતાં રહ્યા છે. તમામ લોકો નાણા પરત કરે તેવી અપીલ પણ જાહેર નોટીસમાં કરવામાં આવી છે.