બોટાદ-

ગઢડા સ્વામિનારાયણ મંદીરના વિવાદ વચ્ચે સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચે તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ગઢડાના મોટી બાનો ઓટલામાં વર્ષોની પરંપરા પ્રમાણે સ્વામીનારાયણ ધર્મની સન્યાસી પૂજા કરે છે. જોકે આ વર્ષોની પરંપરા તોડવામાં આવતા પૂજા કરતી બહેનોને હટાવવામાં લાવ્યા હતા. અને આ માટે બાઉન્સરને લાવવામાં આવ્યા હતા. આચાર્ય પક્ષ 22 વર્ષથી સત્તામાં હતો છતાં આ પરંપરામાં કોઈ છેડછાડ થઈ ન હતી. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સાધ્વીનો આપત્તિજનક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે તમામ મર્યાદા નેવે મુક્કીને મહિલા સાધવીનો વીડિયો વાયરલ કર્યો હોવાના સ્વામી પર આક્ષેપ લગાવાઈ રહ્યા છે. લોકસત્તા જનસત્તા આવા કોઇ પણ વીડિયોનું સમર્થન કરતું નથી. દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુક્કી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. 

 પરંતુ દેવ પક્ષે બાઉન્સરો બોલાવી બહેનોને પૂજા કરતા રોકી છે. જે બાદ આઇજી, ડીઆઇજી સહિતના પોલીસ કાફલાને સાથે રાખી ઓટલો સીલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે. જોકે આ ઘટના બાદ હરિભક્તોમાં મોટો ઉહાપોહ થયો છે. મંદિરના સંતે મહિલા સાઘ્વીનો વીડિયો વાયરલ કર્યો છે. ત્યારે હવે દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુક્કી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.