કોમી છમકલાંથી ભારેલો અગ્નિ ઃ 20ની ધરપકડ

વડોદરા, તા.૧૮

વડોદરાના રાવપુરા ટાવર પાસે ગત મોડી રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં બે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જાેતજાેતામાં બંને કોમના ટોળા સામે ધસી આવતા પથ્થરમારો થતાં નાસભાગનાં દ્રશ્યો સર્જાયા હતાં. આ મામલે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે રાત્રી દરમિયાન પેટ્રોલીંગ કરીને કુલ ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં છે. ગત રાતની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ મંદિરની મૂર્તી ખંડીત કરવાની સાથે રીક્ષા સહિત ચાર થી પાંચ વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.આ ઘટનાના કોઈ પ્રત્યાઘાત પડે નહી તે માટે પોલીસે રાવપુરા,નાગરવાડા વગેરે વિસ્તારોમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પથ્થરમારામાં ૩ જણને ઇજા થતાં સયાજીમાં ખસેડ્યા હતા. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો હતો.વડોદરાના જાેઈન્ટ સી.પી. ચિરાગ કોરડિયાએ રાવપુરામાં ગત રાત્રે થયેલા મારામારીની ઘટના અંગે જણાવ્યું હતું કે, રાવપુરામાં સામાન્ય અકસ્માત થતાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયો છે. જ્યારે બીજાે કેસ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુના મામલે ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના આરોપીને શોધવાની કામગી ચાલુ છે. જ્યારે રાવપુરામાં જે ગુનો દાખલ થયો છે તેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તમામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી છે અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બનાવમાં ત્રણ લોકોને ઇજા છે અને તેમની સારવાર જારી છે. બંને વિસ્તારના સીસીટીવી પણ તપાસવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવશે.

રાવપુરા રોડ, નાગરવાડા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

રાવપુરા તેમજ કોઠી પોળ નાગરવાડા લાલજીકૂઈ વિસ્તારમાં ગત રાત્રે પથ્થરમારો તેમજ વાહનોની તો.ફોડની બનેલી ઘટના બાદ ગત રાત થી જ સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.પોલીસે સમગ્ર વિસ્તારમાં એસઆરપી તેમજ પોલીસ બંદોબસ્તની સાથે પેટ્રોલીંગ પણ વઘારી દિઘુ છે. તેમજ પથ્થરમારો કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનારની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાંન કર્યા છે.

રાત્રે જ મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી

રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે ૨ બાઇક અથડાયા બાદ બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં તલવાર સાથે ટોળા રોડ પર ધસી આવ્યા હતા. ટોળું રોડ પર ધસી આવતાં વાતાવરણ તંગ બન્યું હતું. તોફાની તત્ત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો.જ્યારે ભાજપ અગ્રણી ભાર્ગવ ભટ્ટને રાત્રે જ કોમ્બિંગ કરવા રજૂઆત કરી હતી અને વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી.

પૂર્વનિયોજિત કાવતરું હતું કે કેમ? તેની પોલીસે તપાસ આદરી

રાવપુરા વિસ્તારમાં સામાન્ય અકસ્માતની ઘટના બાદ એકાએક બન્ને કોમના ટોળા સામસામે આવી જવાની ઘટના બાદ કોઠી પોળ વિસ્તારમાં સાઈબાબાની મૂર્તી ખૅડિત કરીને પથ્થરમારો તેમજ વાહનોની તોડફોડની બનેલી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ હતી.જાેકે,આ અચાનક બનેલી ઘટના છે કે, ગણતરીના સમયમાંજ ટોળુ ભેગુ થઈને કરાયેલ પથ્થરમારો એ પૂર્વ નિયોજીત કાવતરૂ છે તેની પણ પોલીસે તપાસ હાથ ઘરી છે.

તોફાનીઓએ વાહનચાલકોને અટકાવી અટકાવીને માર્યા

ગત રાત્રીના સમયે બંને કોમના ટોળા વચ્ચે તંગદીલી વ્યાપી જતા બંને કોમના ટોળા રોડ પર ઉમટી આવ્યા હતા જેમાં ટોળાઓએ સ્થાનિક લોકોને મોબાઈલ ઉપર વિડિયો રેકોર્ડિંગ કરતા અટકાવ્યા હતા અને વાહન ચાલકોને અટકાવી અટકાવીને માર્યા હોંવાની રજૂઆત પોલીસ સમક્ષ કરાઈ હોંવાનુ જાણવા મળે છે.

રાયોટીંગના ગુનામાં પકડાયેલા આરોપીઓ

અબ્દુલ રસીદ અબ્દુલ મઝીદ શેખ,મોહમદ ફેઇઝ આરીફભાઇ શેખ.એહઝાઝ હનીફ મહોમદ શેખ,અબ્દુલ હનનાન શેખ,સૈયદ મુસફર અયુબભાઇ,મહોમદજાદ રસીદભાઇ શેખ,વારીસખાન તોફીકખાન પઠાણ,મોહમદ ઇમ્તીયાજ ઇબ્રાહીમભાઇ વાકીયાવાલા,.મોહમદ ઝુબેર મલેગ દૂધવાલા,ઇમરાન યુસુફખાન પઠાણ,શેખ હમીદ અબ્દુલ રહીમમહોમદ ફેક ફરીદમીયા શેખ,આકીબ મહોમદ શકીબ શેખ,ઉસ્માન શબીરભાઇ જનતાવાલા,શેખ શમદ અબ્દુલ રહીમ,મહોમદ જુનૈદ આસીફમીયા શેખ,મોહમદ ઓવેસ અબ્દુલ હમીર શેખ,શેખ મહોમંદ સકીલ અબ્દુલ રહીમ,મહોમદ આરીફ ઇકબાલ દુધવાલા,ફૈઝલ અલી ફરીદમીયા શેખ