દાહોદ, તા.૩

દાહોદ જિલ્લા ખાતે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી કચેરી ઊભી કરી સરકારી ગ્રાન્ટ ઉચાપત કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ એ. એસ. પી. દાહોદ કે. સિદ્ધાર્થ કરી રહ્યા છે. આ તપાસમાં ગઈકાલે એ. એસ. પી. કે. સિદ્ધાર્થને અને તેમની ટીમને એક અગત્યની બાતમી મળી હતી કે, છેલ્લા દોઢેક માસથી છોટાઉદેપુર અને દાહોદના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇજાજ સૈયદ જે અબુબકરનો ભાઈ છે અને તેની સાથે તેના ભાણેજ ડોક્ટર સેફ અલી સૈયદની નડીયાદથી ધરપકડ કરવામાં દાહોદ પોલીસની સફળતા પ્રાપ્ત થઈ છે. આ બંને છોટાઉદેપુરનો ગુનો દાખલ થયો હતો. ત્યારથી વોન્ટેડ હતા. આ કથિત ગુનામાં ઈજાજની ભૂમિકા અબુબકર જેટલી જ છે. નકલી સંસ્થાઓ ઊભી કરવી, નકલી કચેરીઓમાં સંડોવણી હોવી. નાણાકીય લેવડ દેવડો કરવી, કામ ચકાસવા માટે ખોટા અધિકારીઓ બનીને જતા હોઇ તેમની સાથે જવું. આમ સંપૂર્ણપણે આજે કૃત્યો છે તેની સાથે અબુ બકર એક ક્ચનો ભાઈ જાેડાયેલો છે. જ્યારે ડોક્ટર સેફઅલી સૈયદ જે ઇજાજ અને અબુ બકરનો ભાણેજ થાય છે. આ ગુનાઓ દાખલ થયા પછી જે પુરાવાઓ ફાર્મ હાઉસ કે ઘરે પડ્યા હોય તે પુરાવાઓને ખસેડી નાખવા અથવા નાશ કરવા, ડીવીઆર કાઢી નાખવા જેથી તેની મુવમેન્ટ પોલીસને ખબર ન પડે અને નાસ્તા ફરતા આરોપીને આશરો આપવો અને મદદગારી તેની હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. નડિયાદ ખાતેથી જ્યારે ઇજાજને પકડવામાં આવ્યો ત્યારે સેફ અલી સૈયદ પણ તેની સાથે ત્યાં જ સંતાયેલો હતો. આ ગુનાઓમાં આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. હાલ સુધીમાં દાહોદ પોલીસે આ નકલી કચેરી કૌભાંડમાં આશરે ૨૦ જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. અન્ય કેટલા બેન્ક એકાઉન્ટો અને કેટલી સંસ્થાઓ ખોલવામાં આવી હતી? તે લોકોના નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ ડીટેલ મેળવી તેની એનાલિસિસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. આ ચકચારી પ્રકરણને જન્મ આપનારા મોટાભાગના પકડાઈ ગયા છે અબુબકરને પણ ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.