07, એપ્રીલ 2021
792 |
સુરત-
શહેરમાં દારૂનો નશો કરી પોતાની લક્ઝુરિયસ કારમાં એક યુવતીને કચડીને ફરાર થનારા આરોપી અતુલ વેકરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની માહિતી પોલીસ કમિશનર અજય તોમરે આપી હતી. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં જ્યારે આ ઘટના બની હતી ત્યારે પોલીસે આરોપીની સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેને જવાની તક આપી હતી, પરંતુ ભારે વિરોધ અને સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ થતા પોલીસે આખરે આરોપી અતુલ વેકરીયા સામે 304ની કલમ હેઠળ ગુનો નોંધવા કોર્ટ પાસે મંજૂરી માગી હતી. કોર્ટે મંજૂરી આપી દેવાતા આરોપી સામે ગુનો દાખલ કરાયો છે.
શહેરમાં ભારે ચર્ચા છે કે, અતુલ વેકરીયા પોલીસમથકમાં હાજર થયો છે. જ્યારે બીજી બાજુ સુરત પોલીસ કમિશનર અજય તોમર જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા અતુલ વેકરીયાની ધરપકડ કરવામાં આવી છે. ઘટના ત્યારે બની ત્યારથી જ મૃતકના પરિવાર અને સોશિયલ મીડિયા પર જવાબદાર PI અને PSI સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.