ONGCના બે જવાબદાર અધિકારીઓની ધરપકડ, અધિકારીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2021  |   3069

ગાંધીનગર-]

ગાર્ડન સિટી સોસાયટીના મકાન નંબર 158, 159માં 8 મહિના પહેલા 3 લોકોના મૃત્યુ નિપજયા હતા તેમજ આજુબાજુના મકાનોમાં લોકોને ઈજાઓ થઈ હતી. આ બ્લાસ્ટનું કારણ જમીન નીચેથી ONGCની ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવાનું પુરવાર થયું છે. જેથી LCBને આ કેસની તપાસ સોંપાતા તત્કાલિક પોલીસે ONGCના પૂર્વ અધિકારી દીપકભાઈ ગજેન્દ્રનારાયણ નારોલીયા રહે મોટેરા, અમદાવાદ અને પૂર્વ હેડ ડ્રાફ્ટમેન ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ રહે, રાયસણની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગાર્ડન સિટીના રહેણાક મકાનમાં તપાસ દરમિયાન ઓએનજીસીની ઓઇલ પાઇપલાઇન મળી આવી હતી અને ત્યાં ઓઇલનો જથ્થો પણ મળ્યો હતો. જેથી પરીક્ષણ કરતા પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઓઇલ હોવાથી આ બ્લાસ્ટ થયો હોવાનું પોલીસ તપાસમાં સાબિત થયું છે. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસે બંને આરોપીઓને સાથે એનઓસી માંગનાર બિલ્ડર સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં સર્વપ્રથમ આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution