લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ફેબ્રુઆરી 2026 |
2079
નવી દિલ્હી, દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જાેડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ક્લિનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.
કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. ૫ મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા. અમારા ડેપ્યુટી ઝ્રસ્ને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.જાે કે, સીબીઆઇએ જણાવ્યું છે કે, તેઓ આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઇકોર્ટમાં પડકારશે. સીબીઆઇના વકીલોએ સંકેત આપ્યો છે કે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરાશે. કોર્ટની ટિપ્પણીથી તે સ્પષ્ટ થયું કે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઘણી ખામીઓ હતી. કોર્ટે કહ્યું કે ઘણા એવા બિંદુ છે જેના પર સંતોષજનક જવાબ આપવામાં આવ્યો નહીં. આ આધારે રાહત આપવામાં આવી છે.પરંતુ તપાસ એજન્સીનું કહેવું છે કે તે આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઈકોર્ટમાં પડકારશે. સીબીઆઈના વકીલો તરફથી સંકેત આપવામાં આવ્યો કે આદેશનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ ઉપરી અદાલતમાં અરજી કરવામાં આવશે. આ મામલો ૨૦૨૨-૨૦૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જાેડાયેલો છે. તે આધાર પર સીબીઆઈએ કેસ દાખલ કર્યો અને બાદમાં ઈડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઘણા નેતા આ કેસમાં જેલમાં ગયા હતા. ઘણીવાર જામીન અરજીઓ નકારવામાં આવી અને બાદમાં જામીન મળ્યા હતા. શુક્રવારે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ સીબીઆઈની ચાર્જશીટના આધાર પર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ મામલો બનતો નથી. કોર્ટે ચાર્જશીટને નબળી ગણાવતા રાહત આપી છે. આ મામલો ૨૦૨૨-૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) સાથે જાેડાયેલો છે. આ મામલે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો અને બાદમાં ઈડીએ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ શરૂ કરી હતી.
દેશ ન્યાયિક અને સુરક્ષા વ્યવસ્થાની તાકાત પર ચાલે છે : અણ્ણા હજારે
દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર થતાં એક સમયે કેજરીવાલના રાજકીય ગુરુ રહેલા અન્ના હજારેએ કોર્ટના ર્નિણયનું સ્વાગત કરતાં કહ્યું કે, આપણો દેશ તેની ન્યાયિક અને સુરક્ષા વ્યવસ્થાની તાકાત પર ચાલે છે. આટલી બધી વિવિધ પાર્ટીઓ, જ્ઞાતિઓ, ધર્મો અને સમુદાયો ધરાવતો આટલો મોટો દેશ ન્યાયતંત્રને કારણે જ સુચારૂ રીતે ચાલી રહ્યો છે. જાે ન્યાયતંત્ર ન હોય તો દેશમાં ભારે અરાજકતા અને અશાંતિ ફેલાઈ જાય. અદાલતેના ર્નિણયનો સંપૂર્ણપણે સ્વીકાર થવો જાેઈએ.
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી : દિલ્હી ભાજપની પોસ્ટરવૉર
કોર્ટના આ ર્નિણય બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ચુકાદાના થોડા કલાકોમાં દિલ્હી ભાજપે આક્રમક પોસ્ટર શેર કરી પ્રહારો કર્યા છે. દિલ્હી ભાજપે શેર કરેલા પોસ્ટરમાં કેજરીવાલની મોટી તસવીર જાેવા મળી છે અને તેમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના પાપ હજુ ધોવાયા નથી. તેમાં એવું પણ લખાયું છે કે, ‘આ નીચલી કોર્ટે ર્નિણય સંભળાવ્યો છે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો ર્નિણય બાકી છે. મની લોન્ડ્રિંગ કેસ પેન્ડિંગ છે અને તમે અનેક કૌભાંડોમાં પણ આરોપી છો.
હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરી બતાવો
કથિત દારૂ કૌભાંડ મામલે અદાલત તરફથી મોટી રાહત મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. પોતાની ઈમાનદારી પર ભાર મૂકતા કેજરીવાલે કહ્યું, મેં જીવનમાં માત્ર ઈજ્જત અને ઈમાનદારી કમાઈ છે, એક નવો પૈસો નથી કમાયો. આજે કોર્ટના આદેશથી સાબિત થઈ ગયું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ કટ્ટર ઈમાનદાર છે. જે રીતે ટોચના પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાની ભૂખ માટે આ બધું કરવામાં આવ્યું હતું. જાે મોદીજીમાં હિંમત હોય તો દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવી જુએ, ભાજપ ૧૦ બેઠકો પણ નહીં જીતી શકે.