મુંબઇ-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે આઝાદ દેશ આર્ત્મનિભર હોવો જાેઈએ અને જેટલો આર્ત્મનિભર હશે તેટલો વધુ સુરક્ષિત રહેશે. દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુંબઈની એક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ભાગવતે કહ્યું કે ‘અન્ય તમામ સુરક્ષા આર્થિક સુરક્ષા પર ર્નિભર છે. ચાઇનાના બહિષ્કાર અંગે આપણે ગમે તેટલા બૂમો પાડતા રહીએ, પણ આપણા મોબાઇલ શું છે. જાે ચીન પર ર્નિભરતા વધી જાય તો આપણે ચીન સામે નમવું પડશે.

આરએસએસના વડાએ કહ્યું કે કુદરતી સંસાધનોનું શોષણ ન થાય તેની ખાતરી કરવા માટે “નિયંત્રિત ગ્રાહકવાદ” જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, જીવન સ્તર તે વાતથી નક્કી ન થવુ જાેઈએ કે આપણે કેટલું કમાઈએ છીએ પરંતુ તે વાતે નક્કી થવુ જાેઈએ કે, આપણે લોકોના કલ્યાણ માટે કેટલું પાછું આપીએ છીએ. તેમણે કહ્યું- આપણે ત્યારે ખુશ થઈશું જ્યારે આપણે દરેકના કલ્યાણનુ ધ્યાન રાખીશું. સુખી થવા માટે આપણને વધુ સારી આર્થિક સ્થિતિની જરૂર છે અને આ માટે આપણને આર્થિક મજબૂતાઈની જરૂર છે. ભાગવતે કહ્યું કે સ્વદેશી હોવાનો અર્થ છે તમારી પોતાની શરતો પર વેપાર કરવો. તેમણે કહ્યું કે, સરકારનું કામ ઉદ્યોગોને મદદ અને પ્રોત્સાહન આપવાનું છે. દેશના વિકાસ માટે જે જરૂરી છે તે પેદા કરવા સરકારે સૂચના આપવી જાેઈએ. સરસંઘચાલકે કહ્યું કે ઉત્પાદન લોકો કેન્દ્રિત હોવું જાેઈએ. એમ પણ કહ્યું કે સંશોધન અને વિકાસ, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. સંઘના વડાએ કહ્યું, આ દેશે ઘણા દાખલા બેસાડ્યા છે. દુનિયા એ જ રાહ જાેઈ રહી છે કે ભારત ક્યારે ઉભો થાય છે. ભારતે નકલ કરવાની જરૂર નથી. આપણી પાસે હજારો વર્ષોની કસોટી પર ખરો ઉતરનાર એક આર્થિક વિચાર છે. તે સમગ્ર છેપ તેમાં કોઈ અપૂર્ણતા નથી.