વલસાડ-
વલસાડના નાનાટાઈવડ પાનીવાડ પાસે રહેતા આરીફ અહમદ શરીફ ચીખલીયા જે પોતાના મકાનના છત પર દુબઇમાં રમાઈ રહેલ આઇપીએલ ક્રિકેટ મેચ પર આજરોજ રમાઈ રહેલ ચૈનાઈ સુપર કિંગ્સ વર્સીસ રાજેસ્થાન રોયલ્સ ટિમ પર સટ્ટો રમાડતા હોવાની વલસાડ પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ ડી.સ્ટાફની ટીમે છાપો મારી કરતા આરીફ ચીખલીયા અને અન્ય બે બુકીઓ ઝડપાયા હતા. તો બીજી તરફ સરહદી રેન્જની આરઆરસેલે બાતમીના આધારે ભુજના સ્ટેશન રોડ પર ક્રિષ્ના ચેમ્બર્સમાં ભાડાની ઓફિસમાં દરોડો પાડીને દુબઈમાં રમાતી આઇપીએલની ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સને રૂપિયા ૧૧,૨૬૦ની રોકડ તેમજ ટીવી સેટટોપ બોકસ અને મોબાઇલ સહિત ૩૭,૪૬૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત મોરબીમાં પણ સટ્ટો રમાડતા શખ્સો ઝડપાયા હતા.
Loading ...