ગુજરાતમાં આરોગ્ય પરિસ્થિતિ અંગે પ્રશ્ન પૂછતા સી. આર. પાટીલે બોલવાનું ટાળ્યું..

રાજકોટ-

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપ સી.આર.પાટીલ આજે શનિવારે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ જસદણ વીંછીયા ખાતે તૈયાર કરવામાં આવેલ 100 બેડની કોવિડ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમ ભાગ લેવા માટે જવાના હતા તે દરમિયાન રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા હતા. ત્યારે પત્રકારો સાથે સી.આર પાટીલે વાતચીત કરી હતી. જેમાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સરકાર સાથે મળીને કામ કરવું અને કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવાની વાત કરી હતી. જ્યારે રાજ્યમાં આરોગ્ય પરિસ્થિતિ અંગે પ્રશ્ન પૂછતા આ અંગે સી.આરે બોલવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે મને માહિતી નથી. જ્યારે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા રેલીઓ યોજવામાં આવી રહી છે તે અંગે પણ મહત્વનું નિવેદન પાટીલે આપ્યું હતું.

જ્યારે સી.આર પાટીલે ભાજપ દ્વારા તાજેતરમાં જ મોરવાહડફ ચૂંટણીમાં એક પણ જાહેર સભા કે સરઘસ કરવામાં આવ્યું નથી તેવું પણ નિવેદન આપ્યું છે. જ્યારે ભાજપના યુવા કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી હતી તેને ઠપકો પણ આપ્યો હોવાનું મીડિયાને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલ રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા હતા અને અહીંથી તેઓ રોડ માર્ગે જસદણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીકળ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution