આસામ-

આસામના તિનસુકિયા જિલ્લામાં ફરી એકવાર ગ્રેનેડ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 1 વ્યક્તિનાં મોત થયું છે જયારે 2 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ તિનસુકિયાના તિંગરાઈ માર્કેટમાં થયો છે.

આ અગાઉ 11 મેના રોજ આસામના તિનસુકિયામાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. જેમાં 12 વર્ષના છોકરાનું મોત થયું હતું. તિનસુકિયા પોલીસ અધિક્ષક વૈભવ નિમ્બાલકરે કહ્યું હતું કે રસ્તા પર પડેલો ગ્રેનેડ એ સમયે અચાનક બ્લાસ્ટ થયો, જયારે સુજોય હાજોગ જગુન પોલીસ સ્ટેશન હેઠળ આવતા હાજોગ ગામમાં પોતાની સાઈકલ ચલાવી રહ્યો હતો. હાજોગને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીએ કહ્યું કે અમને હજી સુધી ખબર નથી કે ત્યાં ગ્રેનેડ કેવી રીતે પડ્યો હતો. અમે તપાસ શરૂ કરી દીધી છે અને અમે તેના વિશે ટૂંક સમયમાં જાણ કરીશું. શક્ય તેટલું વહેલી તકે ગુનેગારને પકડીશું.