મુંબઇ-

સાયનના પ્રતીક્ષાનગરમાં રહેતા ૩૩ વર્ષના યુવકની મારપીટ કરવા અને તેનું એડીએમ કાર્ડ આંચકી લેવાના આરોપસર એન્ટોપ હિલ પોલીસે ભાજપના વિભાનસભ્ય તમિલ સેલવનના ભાઇ મુરુગન સહિત ચાર જણ સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સેલવનકુમાર નાડરે (૩૩) મુરગન અને અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો હતો કે મુરગન તથા અન્યોએ ૬ એપ્રિલે તેની મારપીટ કરી હતી. દરમિયાન મુરગને પોલીસને જણાવ્યું હતું કે તેની કંપનીમાં નાડર કામ કરતો હતો અને તેણે કથિત રીતે લાખોની ઉચાપત કરી હતી. આ અંગે જ્યારે ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું ત્યારે નાડર દલીલ કરવા લાગ્યો હતો. આથી તેની મારપીટ કરવામાં આવી હતી. બીજી તરફ નાડરે આક્ષેપ કર્યો હતો કે મુરગને છેલ્લાં બે વર્ષથી તેને પગાર ચૂકવ્યો નથી અને તેણે કોઇ છેતરપિંડી આચરી નથી. દરમિયાન મુંબઈ ક્રોંગ્રેસના જનરલ સેક્રેટરી અમિત શેટ્ટીએ સાયન-કોલીવાડા ખાતેના ભાજપના વિધાનસભ્ય તમિલ સેલવનના ભાઇની તાત્કાલિક ધરપકડની માગણી કરી હતી.