સુરત-

દેશમાં જ્યારે પણ દેશદ્રોહની વાત આવે ત્યારે સુરતની કોઈને કોઈ ભૂમિકા સામે આવતી હોય જ છે. અગાઉના કિસ્સાઓમાં પણ સુરત સાથે કોઈ ને કોઈ કડીઓ જોવા મળતી આવે છે. તેવામાં ગુજરાત ATS ને માહિતી મળી કે સુરતમાં એક વ્યક્તિ ડુપ્લિકેટ વિઝા-પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલવાનું કામ કરે છે.

ATS અને SOG દ્વારા આરોપીની સધન પૂછપરછ કરતા તેના મોબાઈલમાંથી અનેક રહસ્યો બહાર આવ્યા. કારણ કે તમામ કામ વોટ્સઅપ મારફતે કરવામાં આવતા હતા. લોકોના સંપર્ક પણ વોટ્સઅપ દ્વારા જ કરવામાં આવતા હતા.લોકોને જણાવતો કે એરપોર્ટ પર તેનું સેટિંગ છે. પાકિસ્તાનથી પણ યુરોપ, સાઉથ અફ્રિકા, કેનેડા અને યુ.કે.માં લોકોને મોકલ્યા છે. અગાઉ સુરત, ભરુચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં 7 ગુના નોંધાતાં 5 કેસમાં ધરપકડ થઈ હતી. તેના ફોનમાંથી 50થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ મળ્યા છે. આમ આ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જો આ બાબતે ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે. તેના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા બોગસ અને વોટ્સપ ચેટની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા મોટા તથ્યો બહાર આવી શકે તેમ છે. ગુજરાત ATS દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.