05, જુલાઈ 2021
અમદાવાદ-
આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જનસંવેદના યાત્રા સમયે ગોપાલ ઇટાલિયાના ઘર પર થયેલા હુમલાના વિરોધમાં અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે પણ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 20થી વધુ આપના કાર્યકર્તાઑ કલેક્ટર ઓફિસ બહાર ભેગા થઈને સૂત્રોચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.
આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 20 જેટલા આપના કાર્યકર્તાઑ શહેર પ્રમુખ જે જે મેવાડાની ઉપસ્થિતિમાં આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયના ઘર પર થયેલા હુમલા અને ધોરણ 10 અને 12 વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ વિષે જે જે મેવાડાએ જણાવ્યુ હતું કે જનસંવેદના યાત્રા દરમિયાન ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, અને મહેશ સવાણી પર હુમલા થયા છે જે અયોગ્ય છે. અમે કલેક્ટર મારફતે સી, એમ વિજય રૂપાણીને રજૂઆત કરીએ છીએ કે અમારા નેતાઓ સાથે જે પણ વર્તન થાય છે તે અયોગ્ય છે. અને જે લોકો એ આ હુમલા કરવ્યા છે તેના પાછળ ક્યાયક ને ક્યાક તમારી પાર્ટીના જ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે. વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાનના હોવું જોઈએ. આ હુમલાની તટસ્થ તપાસ કરવામાં આવે અને પાર્ટીના પ્રદેશ નેતાઓને પૂરી સલામતી આપવામાં આવે.
વધુમાં તેમણે કહ્યું હતું કે અમે હજી આ સરકાર પર ભરોસો કરીએ છીએ અને કહીએ છીએ કે આવા હુમલા બંધ કરાવે અને નેતા અને તેમના પરિવારને સલામતી આપે. જો આગામી સમયમાં આવું થયું તો અમે શાંતિ થી અહિંસાના માર્ગે આંદોલન કરીશું. તો સરકારને બીજી એક વિનંતી છે કે ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. આટલા વિધાર્થીઓ માટે સરકાર નિર્ણાયક બને.