શિમલા-

વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના ચાર અન્ય ધારાસભ્યોને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ સાથે મારામારી કરવાને કારણે બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બજેટ સત્ર ૨૦ માર્ચે ખતમ થશે. વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી, હર્ષવર્ધન ચૌહાન, સતપાલ રાયજાદા, સુંદર સિંહ ઠાકુર અને વિનય કુમાર પર આરોપ છે કે તેમણે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બંડારૂ દતાત્રેય સાથે તે સમયે હોબાળો કર્યો હતી જ્યારે તે વિધાનસભાથી પરત ફરી રહ્યા હતા.

આ પહેલા હિમાચલ પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે સદનમાં કોંગ્રેસના હંગામા વચ્ચે રાજ્યપાલ પોતાના અભિભાષણની માત્ર અંતિમ પંક્તિ વાંચી શક્યા હતા. વિધાનસભા સત્ર શરૂ થયા પહેલા જ ૧૧ વાગ્યે સદનમાં વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રીની આગેવાનીમાં કોંગ્રેસના સભ્ય પોતાની બેઠક પરથી ઉભા થઇ ગયા હતા અને નારેબાજી કરવા લાગ્યા હતા.

હંગામા વચ્ચે, રાજ્યપાલે પોતાના અભિભાષણની માત્ર અંતિમ પંક્તિ વાંચી હતી અને કહ્યુ કે અન્યનું ભાષણ વાંચેલુ માનવામાં આવે. કોંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો કે અભિભાષણ જૂઠથી ભરેલો હતો, તેમણે કહ્યુ કે, રસોઇ ગેસ, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારા જેવા મુદ્દાને અભિભાષણમાં સામેલ કરવામાં નથી આવ્યા. તે બાદ સોમવારે સદનની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોંગ્રેસના આ વ્યવહારની ટિકા કરી હતી અને કહ્યુ કે તેની કોઇ જરૂરત નહતી.