વંકડોદરા,તા.૨૦  

વડોદરાની ટૂંકી મુલાકાતે આવેલા કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલેએ શહેરમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ધઘાટન કર્યા બાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આરપીઆઈ વડોદરા પાલિકાની આગામી ચૂંટણીઓમાં છ વોર્ડની ૨૪ બેઠકોને માટે ચૂંટણીઓમાં ઝકમ્મપલાવશે. આરપીઆઈ ભાજપની સાથે કેન્દ્રમાં છે. એની એકપણ બેઠક ન હોવા છતાં મંત્રી પદ આપવામાં આવ્યું છે.એનો ઉલ્લેખ કરીને તેઓએ ઉમેર્યું હતું કે, વડોદરામાં અમારા પક્ષના સંપૂર્ણ પ્રયાસો ભાજપનો મેયર સત્તા પર આવે એવા છે. તેમ છતાં જાે બેઠકો બાબતે સમાધાન થશે નહિ તો અમે અમારી રીતે ઉમેદવારોને ઉભા રાખીશું એવી ચીમકી પણ સાથોસાથ ઉચ્ચારી હતી. તેઓએ કલેક્ટર કચેરીના,પાલિકાના અને શહેર જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ ભરાયેલી અને ખાલી જગ્યાઓની જાત માહિતી મેળવી હતી. તેમજ જે જગ્યાઓ અનામત બેઠકોની ખાલી છે. એને તત્કાળ ભરવાને માટે જણાવ્યું હતું. તેઓએ આગામી ચૂંટણીઓને લડવાને માટે આરપીઆઈ સંપૂર્ણપણે તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમજ પક્ષ સક્ષમ ઉમેદવારોને ચૂંટણી લડાવશે એમ ઉમેર્યું હતું. તેઓએ ઔવેસીની માફક એમનો પક્ષ આરપીઆઈ ભાજપની બી પાર્ટી તરીકે કામ કરતો હોવાની બાબતનો ધરાર ઇન્કાર કરતા ઉમેર્યું હતું કે આરપીઆઈ ભાજપ સાથે પ્રથમ ક્રમે છે. જયારે ઔવેસી બી પાર્ટી છે.