ચાર વર્ષ પહેલા મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે માત્ર કેટલાક શહેરી વિસ્તારો સુધી જ મર્યાદિત હતું. પરંતુ તાજેતરમાં પરંપરાગત બચત અને રોકાણ માટેના પ્રમુખ સાધન તરીકે ઉભરી રહ્યું છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં આ તથ્યને ઉજાગર કરતા કહ્યું કે ભારતીય પરિવાર પોતાની બચતનો એક હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ ફંડ અને પેન્શન ફંડમાં રોકી રહ્યા છે. આંકડા પણ આ ટ્રેન્ડ તરફ ઇશારો કરે છે. છેલ્લા ચાર વર્ષમાં એમએફ દ્વારા સંચાલિત ફંડનું મૂલ્ય પણ લગભગ ત્રણ ગણું વધ્યું છે. જ્યારે આ દરમિયાન બેન્ક ડિપોઝિટ માત્ર ૧.૬ ગણી જ વધી છે. તેને કારણે મ્યુચ્યુઅલ ફંડની એયુએમ હવે બેન્ક ડિપોઝિટના ૨૯% સુધી પહોંચી ગઇ છે. તે માર્ચ ૨૦૨૦માં માત્ર ૧૬%ના સ્તરે હતી. જાે કે સ્હ્લ છેંસ્ માં વૃદ્ધિ શેરબજારની તેજીને આભારી છે, તે તાજેતરના વર્ષોમાં ઇક્વિટી સ્કીમ્સના મજબૂત પ્રદર્શન અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (જીૈંઁજ) ની વધતી જતી લોકપ્રિયતાને કારણે પણ છે. માર્ચ ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૨ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષોમાં, સ્હ્લજ એ ઘરની બચતના ૬% થી વધુ હિસ્સો હાંસલ કર્યો હતો. આરબીઆઈના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦-૨૧માં આ આંકડો માત્ર ૧.૩% હતો. વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૩.૯ લાખ કરોડનું રોકાણ થયું છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડના એયુએમમાં રૂ. ૧૦ લાખ કરોડનો વધારો થયો છે. તેનું કારણ શેરબજારમાં વધારો, બોન્ડ અને કોમોડિટીના ભાવમાં વધારો થવાને કારણે રૂ. ૬ લાખ કરોડથી વધુનો માર્ક-ટુ-માર્કેટ ગેઇન છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રોકાણ માટેના એફડી, બચત યોજના જેવા પરંપરાગત સાધનોને બદલે ખાસ કરીને યુવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. મુખ્યત્વે ૨૫ થી ૩૫ વર્ષની વયજૂથના યુવા રોકાણકારો પણ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને તેમજ નિવૃત્તિના આયોજના ભાગ રૂપે એસઆઇપીમાં રોકાણ કરી રહ્યા ંછે. જેને કારણે એસઆઇપીના ફોલિયોમાં પણ વૃદ્ધિ થઇ છે.