બ્રિસબેન-

ઓસ્ટ્રેલિયા પીજીએ ટૂર્નામેન્ટ કોરોના વાયરસ મહામારીને કારણે ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી સ્થગિત કરવામાં આવી છે.ઓસ્ટ્રેલિયા પીજીએએ જણાવ્યુ કે યૂરોપીય ટુરથી અધિકૃત આ ગોલ્ફ ટૂર્નામેન્ટ હવે ૧૮થી ૨૧ ફેબ્રુઆરી રમાશે.જ્યારે પહેલા ડિસેમ્બરની શરૂઆતમાં આયોજીત કરવાની હતી.વિક્ટોરિયા પ્રાંતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુ દર ફરી વધી રહ્યા છે.મેલબોર્નમાં લોકડાઉન અને રાત્રે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.ઓસ્ટ્રેલિયાઇ પીજીએના મુખ્ય કાર્યકારી ગેવિન કિર્કમૈને જણાવ્યુ કે કોરોના મહામારીને ધ્યાને રાખીને આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા મુશ્કેલ છે.જ્યારે આગલી તારીખને લઇને ફરી એક વખત ડિસેમ્બરમાં ચર્ચા કરાશે.