‘હમ‘માં અમિતાભ બચ્ચનને જોઇને એક્ટર બનવાનો વિચાર આવ્યો હતો આયુષ્માન ખુરાનાને. જો કે આજે અભૂતપૂર્વ સફળતા મેળવનાર આયુષ્માનને ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મ સૂજિત સરકારે બનાવી છે. અમિતાભ બચ્ચન અને શૂજિત સરકાર પ્રતિ પોતાની લાગણી વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો એક સીન શેર કરીને આયુષ્માને કેપ્શન આપી હતી કે આપણા દેશમાં જ્યારે પણ કોઇ યુવાન એક્ટિંગનાં ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તેનું લક્ષ હોય છેકે તે અમિતાભ બચ્ચન જેવો બને.

મારી છેલ્લી ફિલ્મનો એક ડાયલોગ હતો કે બચ્ચન બનતા નથી, બચ્ચન તો હોય છે. મેં જ્યારે બાળપણમાં ચંડીગઢના નીલમ સિનેમામાં હમ જોઇને હતી ત્યારે મોટી સ્ક્રીન પર તેમને જોઇને શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થઇ તેણે મને એક અભિનેતા બનવા વિવશ કરી દીધો હતો. મારું પહેલું ટીવી શૂટ મુકેશ મિલ્સમાં થયું હતું. આ એ જ સ્થાન હતું કે જ્યાં જુમ્મા ચુમ્મા દે દે શૂટ થયું તું. એ દિવસે મને એવી ફિલીંગ થઇ હતી કે હું એક્ટિંગના ક્ષેત્રમાં પહોંચી ગયો છું. જો એ વખતે એ સ્થિતિ હોય તો તમે વિચારી શકો છો કે હાલમાં હું કેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હોઇશ. 

ગુલાબો સિતાબોમાં મારા સહકલાકાર તરીકે તેઓ ઉભા હતા. અમારાં કેરેક્ટર એવાં હતાં કે અમારે એકબીજાને સહન કરવા પડ્‌યાં હતાં. જો કે મારી એવી ક્યાં હિમ્મત કે હું તેમની સામે કંઇ બોલી શકું. આ અદ્દભૂત અનુભવ અપાવવા માટે હું શૂજિતદાનો આભાર માનું છું કે તેમણે મને અમિતાભ જેવા મહાનાયક સાથે એકજ ફ્રેમમાં દેખાડ્‌યો છે. દાદા, તમે મારા ગુરુ છો. તમારો હાથ ઝાલીને જ હું અહીં પહોંચી શક્યો છું. આ જન્મ મેળવવા માટે સો જન્મ કૂરબાન. જીવને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે હજારો અવસર આપ્યાં. 

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે દરેક ફિલ્મને એની પોતાની ચેલેન્જ હોય છે. ગુલાબો સિતાબોમાં પણ કામ કરતી વખતે તેમને અનેક પડકારનો સામનો કરવો પડ્‌યો હતો.એ વિશે જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, દરેક ફિલ્મના પ્રોજેક્ટમાં પડકાર હોય છે અને એને સ્વીકારીને જ કામ કરવાનું હોય છે. ગુલાબો સિતાબોમાં પણ ચેલેન્જિસ ઓછી નહોતી. દરરોજ ચારથી પાંચ કલાક પ્રોસ્થેટિક મેકઅપ કરવું અસહજ લાગતું હતું. વૃધ્ધ મિર્ઝાની સ્થિતિ, આકરી ગરમી, જો તમે તમારી જાતને પ્રોફેશનલ કહેતા હો તો આ બધું કરવું પડે છે. એને ખૂબ સારી રીતે સ્વીકારીને એને એન્જોન કરવું રહ્યું.