મુંબઇ 

પોતાની એક્ટિંગનાં દમ પર નેશનલ એવોર્ડ જીતનારા એક્ટર વિક્કી કૌશલ તેની દરેક ફિલ્મમાં કંઇક અલગ રોલ કરવાનું પસંદ કરે છે. તેની પાસે હાલમાં ઘણી ફિલ્મોની ઓફર છે.. તેનાં આગામી પ્રોજેક્ટ અંગે વાત કરીએ તો, હાલમાં તે એક ખાસ પ્રોજેક્ટ સાઇન કર્યો છે. જેમાં તે ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા આ ફિલ્મમાં વિક્કી કૌશલ મહાભારતનાં શાપિત અમર યોદ્ધા અશ્વત્થામાનાં પાત્રમાં નજર આવશે

મહાભારતનાં નાયક અશ્વત્થામા, ગુરુ દ્રોણાચાર્યનો દીકરો હતો. મહાભારત પ્રમાણે, તેને અમરત્વનું વરદાન મળ્યું હતું. મહાભારતનાં યુદ્ધમાં અશ્વત્થામાએ કૌરવો સાથે લડાઇ કરી હતી. ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં ડિરેક્ટર આદિત્ય ઘર આ ફિલ્મનું ડિરેક્શન કરી રહ્યાં છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ લિડ રોલમાં નજર આવશે.

એક વેબસાઇટને આપેલાં ઇન્ટરવ્યૂમાં આદિત્ય જણાવે છે કે, ફિલ્મ 'ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા'ની શૂટિંગ 2021નાં એપ્રિલ મહિનામાં શરૂ થશે. આ ફિલ્મને 3 પાર્ટમાં બનાવી રિલીઝ કરવામાં આવશે. જેમાં અશ્વત્થામાને હાલનાં સુપરહિરોનાં રૂપમાં દર્શાવવામાં આવશે.

આદિત્યએ આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાતો જાહેર કરી છે. ફિલ્મમાં અશ્વત્થામાનું કેરેક્ટર પ્લે કરવા માટે વિક્કી 100 કિલોથી વધુ વજન વધારશે. આ માટે હાલમાં વિક્કી કસરત કરીને શરીર બનાવવી રહ્યો છે. આ માટે તે હોર્સ રાઇડિંગ પણ શીખી રહ્યો છે. આ માટે વિક્કી જુજુત્સૂ અને ક્રવ માગા જેવાં માર્શલ આર્ટ્સની પણ ટ્રેનિંગ લઇ રહ્યો છે . આદિત્યએ શૂટિંગ લોકેશન્સ અંગે કહ્યું કે, 'આ ફિલ્મની શૂટિંગ યૂરોપમાં કરવામાં આવે છે. અને યૂરોપમાં ખાસ કરીને બ્રિટનમાં થશે. આ ઉપરાંત આઇસલેન્ડમાં શેડ્યુલ થશે. અને ફાઇનલ શેડ્યુલ મુંબઇમાં કરવામાં આવશે. શૂટિંગનું શેડ્યુંલ કોરોનાને કારણે બદલી પણ શકાય છે.' 

લોકડાઉનમાં મળેલાં સમયનો સદઉપયોગ કરતાં આદિત્ય ધરે આખી ફિલ્મ ડિટેલ્સ સાથે તૈયાર કરી લીધી છે. સાથેજ આ ફિલ્મ મોટા ભાગે VFX પર હશે જે માટે તેણે VFX ટીમ સાથે વાતચીત કરી લીધી છે. ફિલ્મની હિરોઇનની પસંદગી થિ ગઇ છે જોકે હજુ સુધી તેનાં નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વિક્કી કૌશલનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે હાલમાં 'અશ્વત્થામા' ઉપરાંત શહિદ ઉધમ સિંહ, ફિલ્ડ માર્શલ સેમ માનેકશોની બાયોપિક છે તો કરન જોહરની 'તખ્ત' જેવી મોટી ફિલ્મ છે.