બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોનાને હરાવ્યો છે. એક્ટરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનના ફેન્સમાં ખુશીનો માહોલ છે અને પરિવારના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે અમિતાભના કોરોનાથી જંગ જીત્યા બાદ અમિતાભે એક ટ્વિટ કર્યું છે. 

અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું હતું કે મારા પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યાર હવે ખુદ અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને ફેન્સની સાથે ખુશખબરી શેર કરી છે. અમિતાભ બચ્ચને ટ્વિટમાં લખ્યું છે કે, હું કોરોના નેગેટિવ આવ્યો છું. હોસ્પિટલથી રજા મળી ગઇ છે અને ઘરમાં ક્વોરેન્ટાઇન છું. ભગવાનની કૃપા રહી અને માતા-પિતાના આશીર્વાદ, સંબંધીઓ અને ફેન્સના પણ આશીર્વાદ રહ્યા. નાણાવટી હોસ્પિટલનું નર્સિંગ સારુ હતું અને તમામે ખુબ ધ્યાન રાખ્યું.

 અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ત્યારે આ માહિતી અભિષેક બચ્ચને ટ્વીટ કરીને તેમના ચાહકોને આપી હતી. અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને તેઓ ઘરે પરત ફર્યા છે. 23 દિવસની લાંબી સારવાર બાદ અમિતાભને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અભિષેક બચ્ચન હજુ પણ કોરોના સંક્રમિત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. ઘરે પરત ફરતા બચ્ચને પણ પોતે સ્વસ્થ હોવાની જાણકારી ટ્વીટ પર મુકી હતી.