એક કેસમાં જામીન, અન્ય બે ગુનામાં કાર્યવાહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ફેબ્રુઆરી 2026  |   3663

જૂનાગઢ, જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા ધારણ કરી, પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપ અને ૨૦ લાખની ખંડણીના આરોપમાં ગઇકાલે ૨૨ ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જૂનાગઢ લાવી તેનું મેડિકલ ચેકઅપ કરી આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે દરમિયાન તે મીડિયાના કેમેરાને જાેતાં જ મગરમચ્છના આસું વહાવવા લાગી હતી. કીર્તિ પટેલ સામે ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવા અને ધમકી આપવાના આરોપ બાદ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ધરપકડ બાદ આજે તેને જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરાઈ હતી. કોર્ટ દ્વારા કીર્તિ પટેલને ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં જામીન મળ્યા છે. જાેકે, અન્ય બે ગુનામાં જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કીર્તિ પટેલ પર ઁજીૈંને ફરજ રૂકાવટ અને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ હેઠળ કેસ નોંધાયેલા છે. જે મામલે વધુ તપાસ શરૂ કરી દેવાઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો અને રૌફ જમાવતી કીર્તિ પટેલ ઢીબીઢબ પડી ગઈ હતી. કોર્ટ પરિસરમાં પોલીસની વાનમાંથી બહાર નીકળતા જે તે મીડિયા સમક્ષ આજીજી કરવા લાગી હતી. અને રડતાં રડતાં કહ્યું હતું કે, ‘તમે મને એમ ખેંચી ના શકો, મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે, મારા પર લાગેલા આરોપો ખોટા છે, મને ન્યાય મળવો જાેઈએ’, આ બાદ પોલીસે તેને બોલવાથી અટકાવી દીધી હતી, કોર્ટની અંદર લઈ ગઈ હતી. પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજાે ગુનો દાખલ થયો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારતી સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution