બમ્ બમ્ ભોલે : બાબા કેદારનાથમાં ફરી હિમવર્ષા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026  |   2376


બાબા કેદારના ભક્તો માટે એક તરફ કપાટ ખુલવાની આતુરતા છે, તો બીજી તરફ કુદરત પોતાની અલગ જ રમત રમી રહી છે. હિમાલયના શિખરો પર હવામાન પલટાયું છે અને એપ્રિલ મહિનામાં પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાનો દોર જામ્યો છે. આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જાેતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આગામી ૨૨ એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે. જેના માટે વહીવટીતંત્ર અને બદ્રી-કેદાર મંદિર સમિતિ દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા હતા. જાેકે, છેલ્લા ૨૪ કલાકથી થઈ રહેલી હિમવર્ષાએ શ્રમજીવીની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution