લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
2079
રાજ્ય ચૂંટણી આયોગે ૧ એપ્રિલે ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાવાની છે. જેને લઈ પોલીસ કમિશનર જી.એસ.મલિકે મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર માટેના મથકો ઉભા કરવા પ્રતિબંધ લગાવ્યો છે. -કોઈ પણ મતદાન મથક થી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા નહીં કે તેવી કોશિષ કરવી નહીં. -મતદાન મથકે એક થી વધુ મતદાન મથકો હોય તેમ છતા દરેક ઉમેદવાર દીઠ ૨૦૦ મીટરની હદ બહાર ફકત ૧ કેમ્પ જેમાં ટેબલ અને બે ખુરશી અને છાયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલું) બનાવવાનું રહેશે. બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહીં. -આવા કેમ્પનો ઉપયોગ મતદારોને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરની સફેદ કાગળ ઉપર ચુંટણી પંચે આપેલ સૂચનાં મુજબની કાપલી આપવા કરી શકાશે. -ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જાેઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતીકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહિં.કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહીં કે ટોળા ભેગાં કરી શકાશે નહિં. -આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેશે નહિ કે મતદાન કરી આવેલ મતદારને ઉભા રહેવા દેશે નહિં. -મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય થવા દેશે નહિં. -કોઇપણ વ્યક્તિ મતદાન મથક/કેંદ્રની અંદર સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ અને અનઅધિકૃત વસ્તુ કે ગેરકાયદેસર વસ્તુ લઈ પ્રવેશ કરી શકશે નહીં.