બનાસકાંઠા: એક ગામમાં એક પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
05, ફેબ્રુઆરી 2021

બનાસકાંઠા-

ગુજરાતમાં દિવસે ને દિવસે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આવામાં વધુ એક પ્રેમી પંખીડાનો આપધાતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના નગાણા ગામની સીમમાં એક પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવ્યા ચકચાર મચી ગઈ છે. આ મામલે છાપી પોલીસને જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકના મૃતદેહને પીએમ અર્થે વડગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી અનુસાર, વડગામ તાલુકાના નગાણા ગામની સીમમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો હતો. સરસ્વતી નદીના કાંઠે બે પ્રેમી- પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા છાપી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution