ઝીફાઈવની ક્રાઈમ ડ્રામા સિરીઝ અભય ની બીજી સીઝનમાં કુણાલ ખેમુ સ્પેશ્યલ ટાસ્ક ઓફીસર અભય પ્રતાપસિંહનાં લીડ રોલમાં છે. અભય પ્રતાપ સિંહ દરેક ફર્સ્ટ સિઝનનાં દરેક એપીસોડમાં નવા નવા ક્રિમીનલનો સામનો કરતો હતો. પણ બીજી સિઝનમાં ફક્ત એક માસ્ટરમાઈન્ડ ક્રિમીનલ સાથે અભયનો પનારો પડશે. જે બધા ક્રિમીનલનો બાપ છે.

આ ક્રિમીનલ તરીકે ટીવી જગતનો લોકપ્રિય અભિનેતા રામ કપૂર જોવા મળશે. રામ કપૂરનાં ચાહકો તેને આ રોલમાં જોઇને દંગ રહી જવાના છે. કારણ કે ટીવી પર રામ મોટા ભાગે જેન્ટલમેન તરીકે જોવા મળે છે.રામ કપૂરે અભય-2નો પ્રોમો શેર કરતાં લખ્યું કે ઇસ ચોર-પુલિસ કે ખેલ મેં એક નયા શેતાન ઘુસ ચૂકા હૈ વો સબસે અલગ હૈ ઔર ઇસલિએ સબસે ઝયાદા ખતરનાક. અભય-2માં પોતાના રોલ વિશે રામ કપૂરે કહ્યું કે આ પ્રોમો તો ફક્ત એક ઝલક છે. મારું કેરેક્ટર એક વણઉકલ્યા કોયડા જેવું છે જે દર્શકોને ચોંકાવી દેશે. આ પહેલાં આવું પાત્ર ક્યારેય નથી ભજવ્યું અને એક વખતે તો હું પણ મને જોઇને ડરી ગયો હતો !