25, માર્ચ 2021
891 |
લોકસત્તા ડેસ્ક
લોકો રંગોના તહેવાર હોળીની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે હોળીનો તહેવાર આવવાને થોડા દિવસો બાકી છે. હિંદુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ મહત્વનો છે, હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂનમના દિવસે, હોલિકા દહન કરવામાં આવે છે. જો આપણે હિંદુ ધર્મ પ્રમાણે જોશું તો હોળીનો તહેવાર તે 2 દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષે હોલીકા દહન 28 માર્ચ (રવિવારે) છે. હોલીકા દહનને શાસ્ત્રોમાં બલિદાન અગ્નિ તરીકે વર્ણવવામાં આવ્યું છે જે શુભ સમયમાં કરવામાં આવે છે. પ્રથમ દિવસે હોલીકા દહન થાય છે અને બીજા દિવસે રંગોની હોળી ઉજવવામાં આવે છે, લાકડાના ઢગલાની પૂજા કરવામાં આવે છે અને હોલિકા દહનના દિવસે લાકડાના ઢગલા કે જેને દહન કરવાની છે તેના ચક્કર લગાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોળીનો તહેવાર રંગ અને ખુશીનો તહેવાર છે, જે દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
જ્યોતિષીઓ અનુસાર ભદ્ર સમય દરમિયાન હોલિકા દહન ન કરવું જોઈએ. પ્રદોષ કાળના સમયગાળા દરમિયાન હોલિકા દહનનું મહત્વ વધારે છે. 28 માર્ચથી પ્રારંભ થઈને પૂર્ણચંદ્રની તારીખ 29 માર્ચની મધ્યરાત્રિ 12:17 વાગ્યે હશે.
હોલિકા દહનના દિવસે બનેલા શુભ સમય
બ્રહ્મા મુહૂર્ત – 29 માર્ચની સવારના 04:30 થી 05:16 સુધી.
અભિજિત મુહૂર્ત – સવારે 11:49 થી બપોરે 12:38 સુધી.
વિજય મુહૂર્ત – બપોરે 02:17 થી બપોરે 03: 06 સુધી
ગોધૂલી મુહૂર્ત – સાંજે 06:11 થી 06:35 સુધી
અમૃત કાળ – સવારે 11:05 થી બપોરે 12:32 મિનિટ.
નિશિતા મુહૂર્ત – 29 માર્ચની સવારના 11:50 વાગ્યા થી 12:37 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ – આખો દિવસ
અમૃત સિદ્ધિ યોગ – સાંજે 05: 36. થી 29 માર્ચની સવારે 06:03 દરમિયાન
હોલિકા દહનના દિવસે ભદ્રકાળ અને રાહુકાળનો સમય
રાહુકાળ – સાંજે 04:51 થી સાંજના 06:24
યમગંડ – બપોરે 12:14 અને બપોરે 01:46 મિનિટ
ગુલિક કાળ – બપોરે 03:19 થી સાંજ 04:51 સુધી
દુર્મુહુર્ત – સાંજે 04 : 45 થી સાંજે 05:34 મિનિટ
વર્જ્ય કાળ – મધ્યરાત્રિ 01:06 થી 29 માર્ચ સવારના 2:32
ભદ્રકાળ – સવારે 06:04 થી બપોરે 01:54 સુધી
શું છે પરિક્રમાનું મહત્વ
હોલિકા પુજા અને દહનમાં પરિક્રમા ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે પરિક્રમા કરતા સમયે જો તમારી ઇચ્છાઓ કહેવામાં આવે તો તે સાચી ઠરે છે
પરિક્રમા ઉપરાંત હોલિકા દહનમાં છાણાને પણ સળગાવવા ખુબ જ જરૂરી છે. કેટલા છાણાઓ સળગાવ્યા અને કેટલી સાઇઝનાં એ પણ તમારી ઇચ્છાઓ અનુસાર હોય છે.
પરિક્રમા અને છાણાથી તમારા સપનાઓ પુર્ણ થશે જ પરંતુ સાથે સાથે પ્રસાદ પણ મહત્વનો છે.તમારી સુખ સમુદ્ધી હોય કે વિદેશ યાત્રા કરવાની હોય કે નોકરીનો સવાલ હોય કે સંતાન પ્રાપ્તિનો આશિર્વાદ મેળવવા માટે હોલિકા પુજન ખુબ જ મહત્વનું છે અને તે તમારી તમામ ઇચ્છાઓ પુરી કરી શકે છે.