મુંબઇ 

દેશ માટે પહેલો ઓસ્કર એવોર્ડ જીતનારા ભાનુ અથૈયાનું 91 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. આજે સવારે તેમનું નિધન થયું છે તેઓ છેલ્લાં 8 વર્ષથી બ્રેઇન ટ્યુમર સામે જંગ લડી રહ્યાં હતાં. ભાનુનાં અંતિમ સંસ્કાર સાઉથ મુંબઇનાં ચંદનવાડી શ્મશાન ઘાટમાં થયા છે. ભાનુએ કોસ્ટ્યૂમ ડિઝાઇનર તરીકે 100થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યુ હતું રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' માટે બાનુ અથૈયાએ કોસ્ટ્યૂમ ડિઝાઇન કર્યા હતાં. જે માટે તેમને ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2012માં ભાનુ અથૈયાએ જાહેરાત કરી હતી કે તે તેમનો એવોર્ડ પોતાની પાસે રાખવા નથી માંગતી. તેમણે કહ્યું કે, તેમનો એવોર્ડ તેમનાં પરિવારવાળા કે ભારત સરકાર સંભાળી શકશે નહીં તેથી તે આ એવોર્ડ સંગ્રાહાલયમાં સુરક્ષિત રાખવાં ઇચ્છે છે. ભાનુ અથૈયાની દીકરીએ આ વાતની માહિતી આપી હતી કે તેમની માતાનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયુ છે. 8 વર્ષ, પહેલાં તેમને બ્રેન ટ્યૂમર ડાઇગ્નોસ થયુ હતું. છેલ્લા 3 વર્ષથી તેઓ પથારીવસ હતાં. ભાનુનાં શરીરનો એક ભાગ પેરાલાઇઝ પણ થઇ ગયો હતો. ભાનુનો જન્મ કોલ્હાપુરમાં થયો હતો અને તેમનાં કરિઅરનું પહેલું કામ તેમને ગુરુદતની સાથે 1956માં આવેલી ફિલ્મ CIDથી મળ્યું હતું. જ્યારે આખરી કામ તેમણે આમિર ખાનની ફિલ્મ લગાન અને શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેસ'નાં કોસ્ચ્ટૂમ ડિઝાઇન કર્યા હતાં. ભાનુ અથૈયાની અંતિમ ફિલ્મ 'સ્વદેસ' હતી.