પાદરા, તા.૨૫

વડોદરાના પાદરામાં આજે ભાજપનો વન ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયા હતોે. જેમાં સીઆર પાટીલનો દિવ્યાંગો, વિધવા બહેનો સાથે સીધો સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરમ્યાન લોકોની સમસ્યાનું નિવારણ લાવવા સંવાદ કર્યો હતો જેમાં જાહેર મંચ પરથી ભરતસિંહ સોલંકીના રામ મંદિર મુદ્દેના વાયરલ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ હતું કે, ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેક અપ કરાવવું જાેઈએ. ભરતસિંહ સોલંકીની તાકાત હોય તો અન્ય ધર્મ લોકોની સામે બોલે. અન્ય ધર્મના લોકો જે એમની આજુબાજુ ફરે છે એમના વિશે બોલો કે કૂતરા એમના ધર્મ સ્થાન પર પેશાબ કરે છે તો હું મર્દ સમજુ. ભરતસિંહ સોલંકીને વોર્નિંગ આપુ છું, શાનમાં સમજી જાય, હિન્દુ લોકોની લાગણી દુભાવવાનો બંધ કરો, નહિ તો હિન્દુ લોકો નહિ છોડે.

સામે વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે ત્યારે દરેક પક્ષ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે ફરી રામ નામ ચૂંટણીમાં જાેડાઈ ગયું છે એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર પર નિવેદન આપ્યું હતું કે જે રામને છતરે એ આપણને છોડે ખરા કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા બાદ પણ ભાજપ ઘરે ઘરે જઈને રામ મંદિર મુદ્દે રૂપિયા ઉઘરાવે છે જેને લઇને હવે સીઆર પાટીલે આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેક અપ કરવું જાેઈએ. હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે. ભરતસિંહ સોલંકીની તાકાત હોય તો અન્ય ધર્મ લોકોની સામે બોલે. અન્ય ધર્મના લોકો જે એમની આજુબાજુ ફરે છે એમના વિશે બોલો કે કૂતરા એમના ધર્મ સ્થાન પર પેશાબ કરે છે તો હું મર્દ સમજુ. ભરતસિંહ સોલંકીને

વોર્નિંગ આપુ છું, શાનમાં સમજી જાય, હિન્દુ લોકોની લાગણી દુભાવવાનો બંધ કરો, નહિ તો હિન્દુ લોકો નહિ છોડે.