વડોદરા,

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના ઉમેદવાર રહેલા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને રાજકીય ભૂકંપ જોવા મળ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યા હતા. 

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વડોદરા ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી. ત્યારે હાલ કોંગ્રેસ નેતાની તબીયતમાં સુધારો ન થતા  અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ભરતસિંહને કોરોનાની સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.