ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ સેટ પર પરત ફરી ભારતી સિંહ, શેર કરી પોસ્ટ

મુંબઇ 

 પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાનાં ઘરે હાલમાં જ NCBની રેડ પડી હતી. જ્યાંથી પ્રતિબંધિત ગાંજો મેળવ્યાં બાદ NCB એ એક્ટ્રેસ અને તેનાં પતિની ધરપકડ કરી લેવામાં આવી હતી. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ મામલે કોર્ટે જામીન આપી છે. પણ NCB તરફથી કેસની તપાસ હજુ ચાલુ છે. હાલમાં જ NCBએ તે ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી જે ભારતીને ડ્રગ્સ પહોંચાડતો હતો.

આ વચ્ચે ભારતી સિંહને જામીન મળ્યા બાદ પહેલી પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ ભારતી સિંહ શૂટિંગ સેટ પર પરત આવી છે. જેની માહિતી તેણે એક પોસ્ટ દ્વારા આપી છે. ભારતી સિંહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે 'બાહુબલી'ની 'શિવગામી દેવી'નાં ગેટઅપમાં નજર આવી રહી છે.

ભારતી સિંહની સાથે કૃષ્ણા અભિષેક પણ નજર આવે છે. જે કટ્ટપ્પાનાં ગેટઅપમાં છે. અને બંનેની સાથે મુબીન સૌદાગર પણ છે. આપને જણાવી દઇએ કે, NCB દ્વારા અટકાયત કર્યા બાદ કોર્ટે દ્વારા જામીન આપી દેવામાં આવ્યાં છે. જે બાદ ભારતીની આ પહેલી પોસ્ટ શેર કરી છે. બેલ મળ્યા બાદ ભારતી સિંહે સૌથી પહેલાં ગણપતિ બાપ્પાને યાદ કર્યા છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગણપતિ બાપ્પાની એક સુંદર તસવીર અને આરતી શેર કરી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution