ભરૂચ

ભરૂચ શહેરના એક વિસ્તારમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ એ-ડિવિઝનમાં અનોખી ફરિયાદ નોંધાવા પામી છે. એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિના ધર્મપત્ની એક યુવાન સાથે બે સંતાનને છોડી ભગી ગઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરમાં એક સમાજના પ્રમુખ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતાના ઘરમાં જ અજુગતી ઘટના બની છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને ભરૂચ શહેર યુવા મંત્રીના હોદ્દા પર બિરાજમાન હિમાંશુ વૈદ્ય નામના યુવાને પોતાની કરતૂતથી સમાજ અને ભાજપની છબીને બરબાદ કરી છે. જુના ભરૂચના સોનેરી મહલ વિસ્તારમાં આવેલ સતપંથ મંદિર નજીક રહેતો હિમાંશુ વૈદ નજીકમાં જ એક સમાજના પ્રમુખ સાથે સારો સંબંધ ધરાવતો હતો. સંબંધ એટલો વધી ગયો હતો કે સમાજના પ્રમુખના ઘરે હિમાંશુની અવર જવર રોજેરોજ થવા લાગી હતી. સમયાંતરે આ મૃદુભાસીએ ઘરમાં રહેલ તમામ સભ્યોમાં પોતાનું એક સ્થાન ઉભું કર્યું હતું. ઘરેલુ સ્વભાવ હોવાથી ઘરના તમામ સભ્યોએ તેને પોતાના ઘરના સભ્ય તરીકે દરજ્જાે પણ આપ્યો હતો. આ કુકર્મીની નજરમાં ખોટ હોય તેમ હિમાંશુએ પોતાના મિત્રના ઘરમાં જ મિત્રની ધર્મપત્ની ઉપર જાદુ કર્યો હતો. મીઠી મીઠી વાતોમાં બે સંતાનની માતા એવી મિત્રની પત્નીને પોતાની મોહજાળમાં ફસાવી હતી. મિત્રની પત્ની પોતાના સમાજમાં પ્રતિષ્ઠિત નામ ધરાવતી હતી એક મહિલા તરીકે સમાજ તેમજ આસપાસમાં કોઈને તકલીફ પડતી તો તે મહિલા દોડીને સમાધાન પણ કરાવતી હતી. ત્યારે પોતાના પતિના મિત્ર સાથે આંખ ભરી જતા પત્ની સમાજ સહીત પોતાના પતિની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લગાવી બેઠી હતી. સમાજનો ડર રાખ્યા વગર આ પત્ની પોતાના પતિના મિત્ર સાથે ચાર દિવસ પહેલા ભાગી ગઈ હતી. બે સંતાનને તળછોડી ભાગેલી પત્ની ફક્ત પોતાના પ્રેમી સાથે વાતો કરવા રાખેલ મોબાઈલ છોડી ભાગી ગઈ હતી. સમાજના પ્રમુખને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે આઘાત પણ લાગ્યો હતો ત્યારે બે સંતાનના ભવિષ્યનો વિચાર કરી પોતાની ધર્મપત્નીની શોધખોળ શરૂ કરી દીધી હતી. જાણે પોતાની પીઠ ઉપર ખંજર ભોંકનાર મિત્રની પણ તપાસ આરંભી હતી. જેમાં તે મિત્ર પોતાના મોબાઈલો ઘરે મૂકીને જ પત્નિને લઈ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને પ્રાથમિક અરજી આપવાની સાથે તપાસનો દોર આરંભયો હતો પણ મિત્ર અને પત્નીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જાેકે આ વિષય બહાર આવતા ભાજપનો હોદ્દેદાર હિમાંશુ વૈદ્ય ઉપર લોકોએ ફિટકાર વરસાવી હતી. સોસિયલ મીડિયા ઉપર ભારે વિરોધ થતા આખરે ભાજપના જિલ્લા પ્રમુખે હિમાંશુ વૈદ્યને છ વર્ષ માટે નિલંબીત કર્યો હોવાનો લેટર ફરતો કર્યો હતો. પણ લેટરમાં આવા લંપટ માટે માનનીય શબ્દ અને સસ્પેનડ કરવા માટે કોઈ ચોક્કસ કારણ બતાવવામાં આવ્યું ન હતું. જેના પગલે સોસિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. અમરેલી જિલ્લામાં જ્યારે આવી જ રીતે એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યોહતો.