ભરૂચ-

શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંકલેશ્વર ખાતેથી કારમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યોમાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો અનુસાર કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, આગામી તહેવારોને ધ્યાનમાં લઈને વિદેશી શરાબની હેરાફેરી થઇ રહી છે. તે દરમિયાન સૂત્રોએ ભરૂચ અંકલેશ્વર વચ્ચે જૂના નેશનલ હાઇવે નંબર 8 પર સાઈ ગોલ્ડન એપાર્ટમેટ સામેથી એક શેવારોલેટ ક્રૂઝ કાર ઝડપી પાડી હતી. જેની તલાશી લેતા તેમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 51 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 20,400નો વિદેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ 3 લાખ 40 હજાર 180નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને કારમાં સવાર જિગ્નેશ પરીખ તથા રાકેશ વસાવા નામના ઇસમોને ઝડપી પાડ્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ હાથ ધરી હતી.