24, નવેમ્બર 2020
495 |
ભાવનગર-
શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ના હોઈ તેવી સ્થિતિઓ સર્જાતી જોવા મળી રહી છે. ત્યારે ભાવનગરની મુખ્ય બજારની પીરછલ્લા શેરીમાં ધોળા દિવસે યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. જો કે આરોપી ત્યાં જ પકડાઈ ગયો હતો. ધોળા દિવસે ભરી બજારમાં અસામાજિક તત્વોની હિંમતથી લોકોમાં ભય ઉભો થયો છે. શહેરની મુખ્ય વોરા બજારની પીરછલ્લા શેરીમાં રહેતા મેહુલ કડીવાલા ઉપર એક શખ્સ દ્વારા ધોળા દિવસે છરીના ઘા જીકતા બજારમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવને લઈને આસપાસના લોકોએ હુમલો કરનારા હેપ્પી વોરા નામના શખ્સને ઝડપી લીધો હતો. બંન્ને યુવાનો વચ્ચે દિવાળીના પર્વ પર થયેલી માથાકૂટને પગલે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે.
ભાવનગરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ના હોઈ તેવી સ્થિતિઓ સર્જાતી જોવા મળી રહી છે. ભાવનગરની મુખ્ય બજારની પીરછલ્લા શેરીમાં ધોળા દિવસે યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે લોકોએ આરોપીને ત્યાં જ પકડી પાડ્યો હતો. ધોળા દિવસે ભરી બજારમાં અસામાજિક તત્વોની હિંમતથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.