ભાવનગર-

જિલ્લાના ઘોઘાથી દહેજ ખાતે દરિયાઈ મુસાફરી માટે ફેરી સર્વિસની શરૂઆત થાય તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થયું છે. ઘોઘાથી દહેજ ફેરી સર્વિસ ચાલુ કરવા કરોડો રૂપિયાના ખર્ચે ઘોઘા તેમજ દહેજ જેટીનું નિર્માણ કરવામાં આવેલ છે. ત્યારબાદ ઘોઘાથી દહેજ ખાતે રોપેક્ષ ફેરી સર્વિસની શરૂઆત થતા બાય રોડ પર થતા પરિવહન સમયમાં ઘટાડો થયો તેમજ ટ્રાન્સપોર્ટેશન સહેલું થતા માલ પરિવહન પણ ઝડપ આવતા ફેરી સર્વિસ સારી ચાલી રહી હતી. દહેજ ખાતે વારંવાર કાપ આવી જવાના કારણે ડ્રેજીંગની કામગીરીમાં સમય લાગતા ઘોઘાથી દહેજ પરિવહન સમયાંતરે બંધ રહેતા દરિયાઈ મુસાફરી તેમજ ટ્રાન્સપોર્ટેશન બંધ થતા લોકોમાં તેમજ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ ઘોઘાથી હજીરા સુધીની ફેરી સર્વિસ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ચાલુ થવા જઈ રહી છે.ડીસેમ્બર માસના અંત સુધીમાં ઘોઘાથી હજીરા સુધીની ફેરી સર્વિસ થશે ચાલુઘોઘાથી હજીરા સુધીની એક નવી ફેરી સર્વિસ ચાલુઘોઘાથી દહેજ ફેરી સર્વિસ ડ્રેજીંગના કારણે ઘણા સમયથી પરિવહન બંધ છે અને એવામાં હજીરા ખાતે ચાલુ થવા જતી ફેરી સર્વિસ બાબતે ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઘોઘાથી દહેજ ફેરી સર્વિસ દહેજ ખાતે ટેકનિકલ ક્ષતિના કારણે બંધ છે. તે ક્ષતિને પણ દુર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘાથી હજીરા સુધીની એક નવી ફેરી સર્વિસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તેમજ હજીરા સુધીની ફેરી સર્વિસના કારણે ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરના વિકાસના દ્વાર ખુલશે. જેને કારણે ઉદ્યોગો તેમજ વેપારીઓને મોટો લાભ મળશે. આ ઉપરાંત ઘોઘાથી મુંબઈ સુધીની ફેરી સર્વિસ આગામી દિવસોમાં ચાલુ થવાની શક્યતાઓ પણ ચાલી રહી છે.