ભાવનગર: માતા એક્ટિવા લઈ બાળકોને શાળાએ મૂકવા જતાં પાણીમાં તણાયાં, પુત્ર-પુત્રીનાં મોત
08, સપ્ટેમ્બર 2021 495   |  

ભાવનગર-

ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.

માતાનો બચાવઆ અગે મળતી માહિતી મુજબ પાલીતાણા શહેરની લક્ષ્‍મીનગર સોસાયટીમાં રહેતા અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બને બાળકોને શાળાએ મુકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું. જેમાં ત્રણેય લોકો તણાયા હતા. જોકે, માતા મિનાબેનનો બચાવ થયો છે. જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કલાકોની જહેમત બાદ બાળકોની લાશ મળીઆ ઘટનાને લઈ તાત્કાલિક પાલીતાણા નગરપાલિકાની ફાયરબીગ્રેડને જાણ કરતા ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોચી તણાયા વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી. જેમાંથી બંને તણાયેલા બાળકોની લાશ કલાકોની જહેમત બાદ મળી હતી. મરણજનાર જેઠવા કિરણ રાજુભાઇ ઉ.મ.12 તથા જેઠવા વિનય રાજુભાઈ ઉ.મ.18ની લાશ મળી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાને લઈ પાલીતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ ઘટનાને જરૂરી કેસ કાગળો કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution