ભાવનગર-
ભાવનગરમાં વર્ષ 2017માં સુરત છોડીને આવેલા અરવિંદ રાઠોડે તેની પત્ની પાછળ આવેલા પ્રેમી કિશન સાથે મારામારી કરી તેને તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. હત્યાના બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરવિંદને આજીવન કેદની સજા ફટકારી છે. ભાવનગરના બોરતળાવમાં જૂન 2017માં મહિલા સાથેના આડા સંબંધની શંકા રાખી કરેલી હત્યામાં મહિલાના પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ અંગેની વિગત એવી છે કે, સુરતનો અરવિંદ રાઠોડ તેના પરિવાર સાથે 2017માં ભાવનગર આવ્યા હતા અને બોર તળાવના મફતનગરમાં રહેતા હતા. અરવિંદભાઈની પત્નીને કોઈક સાથે આડા સંબંધની તેમને જાણ થઈ હતી. જૂનમાં તેનો પ્રેમી કિશન અરવિંદની પત્નીને મળવા ભાવનગર આવ્યો હતો. અરવિંદને આ મામલાની જાણ થતા તેણે કિશન સાથે મારામારી કરી હતી. ત્યારબાદ કિશનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. જો કે, સારવાર દરમિયાન કિશનનું મોત થતા અરવિંદ સામે ગુનો નોંધાયો હતો. ભાવનગરમાં વર્ષ 2017માં સુરત છોડીને આવેલા અરવિંદ રાઠોડે તેની પત્ની પાછળ આવેલા પ્રેમી કિશન સાથે મારામારી કરી તેને તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. હત્યાના બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરવિંદને આજીવન કેદની સજા ફટકારી છે.
Loading ...