વડોદરા, તા.૧૫

દેશની સ્વતંત્રતતાના ૭૫ વર્ષ નિમિત્તે દેશભરમાં અનેકવીધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે વડોદરા સેન્ટ્રલ જીએસટી વિભાગના ૫૦ કર્મચારીઓએ આજે વડોદરા થી સદાર પટેલની ભૂમિ કરમસદજ સુધી સાયકલ યત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ભારતની સ્વતંત્રતા ના ૭૫ વર્ષ નિમિત્તે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે.જેમાં સી.જી.એસ.ટી.વિભાગ વિવિધ કાર્યક્રમો દ્વારા સહભાગી બન્યું છે. આજે વડોદરા થી સરદાર ભૂમિ કરમસદ સુધીની સાયકલ યાત્રાનું વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર અશોક મહેતા એ આજે સવારે આ સાયકલ યાત્રીઓ ને જી.એસ.ટી.ભવન ખાતે થી વિદાય આપી હતી.વિભાગના ૫૦ અધિકાર્મિકો ની આ સરદાર ભૂમિ સાયકલ યાત્રાનું નેતૃત્વ પ્રિન્સિપાલ કમિશનર એમ કે.શ્રીવાસ્તવે કર્યું હતું.વિભાગ દ્વારા આજે અમદાવાદ થી પણ આ પ્રકારની સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. પ્રવાસીઓને કરમસદ ના સરદાર મેમોરિયલ ખાતે આવકાર આપવામાં આવ્યો હતો જ્યાં તેમણે ભાવપૂર્વક સરદાર વલ્લભભાઈ પટેલની વંદના કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં સી જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.