વોશ્ગિટંન-

અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડેમોક્રેટ જાે બાઇડને અમેરિકી લશ્કરના નિવૃત્ત વડા જનરલ લૉઇડ ઓસ્ટિનને પોતાના સંરક્ષણ પ્રધાન તરીકે પસંદ કર્યા હોવાની જાણકારી મળી હતી. લૉઇડ ઓસ્ટિન રૂપે અમેરિકાને તેના ઇતિહાસમાં પહેલવહેલા બિનગોરા સંરક્ષણ પ્રધાન મળશે.

અમેરિકામાં છેલ્લા થોડા સમયથી પોલીસ અને બિનગોરી વસતિ વચ્ચે થઇ રહેલી અથડામણને ધ્યાનમાં રાખીને કરાયેલી આ પસંદગીથી બિનગોરી વસતિ રાજી થશે એવી બાઇડનની ધારણા હોય તો નવાઇ નહીં. જનરલ ઓસ્ટિન પહેલી એવી લશ્કરી વ્યક્તિ છે જેણે લડાઇના મેદાનમાં બહાદૂરી દેખાડી હોય અને નિવૃત્ત થયા બાદ સંરક્ષણ પ્રધાન બન્યા હોય.

જનરલ લૉઇડ એવી પહેલી બિનગોરી વ્યક્તિ છે જેણે લડાઇના મેદાનમાં એક આખી ડિવિઝનનું નેતૃત્વ સંભાળ્યું હોય. અમેરિકી ન્યૂઝ વેબસાઇટ પોલિટિકોના અહેવાલ મુજબ આજે (મંગળવારે) સવારે લોઇ઼ડના નામનો અણસાર આપવામાં આવ્યો હતો. જનરલ લૉઇડ 2016માં અમેરિકી લશ્કરના સેન્ટ્રલ ઇન કમાન્ડની પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા. અત્યાર અગાઉ ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના એક સાથીદારનું નામ ઊપસ્યું હતું પરંતુ પાછળથી એ નામ પડતું મૂકાયું હતું અને જનરલ લૉઇડનું નામ ઊપસી આવ્યું હતું.