રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત : એસઆઇટીએ ક્લીનચીટ આપી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, માર્ચ 2026  |   3267

રાજકોટ, ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં એસઆઇટી દ્વારા ગણેશ ગોંડલને ક્લિનચીટનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે ૨૯ જુનની મુદ્દત પડ છે. નિવેદનો અને સીસીટીવી ફુટેજમાં ગણેશ જાડેજાના પુરાવા ન મળ્યા. તેથી આ કેસમાં જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી છે. ગોંડલમાં મૂળ રાજસ્થાનનો યુવક રાજકુમાર જાટ ગત વર્ષે ગાયબ થયો હતો. ૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ વહેલી સવારે રાજકુમાર જાટ લાપતા થયો હતો. ૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ અમદાવાદ હાઈવે પરથી તેની લાશ મળી આવી હતી. સ્થાનિકપોલીસે ફેટલ કેસ નોંધી અજાણ્યા યુવકની લાશ પીએમ રૂમ ખાતે મોકલી હતી. જેના બાદ ૯ માર્ચના રોજ યુવકની ઓળખ થઈ હતી. તેની બહેન અને બનેવીએ યુવકની ઓળખ કરી હતી. તેના બાદ રાજકુમાર જાટના પિતાએ ૧૦ તારીખે પોતાના પુત્રની લાશ ન હોવાનું રટણ કર્યું. તેઓ ડ્ઢદ્ગછ આપવા પણ તૈયાર થયા હતા. પરંતુ બાદમાં દીકરાનો મૃતદેહ જાેઈને પિતાએ સ્વીકાર્યું હતું. પરંતું તેની હત્યા થઈ હોવાનો આરોપ લગાવીને મૃતદેહ સ્વીકારવા ર્નિણય કર્યો હતો. સમગ્ર મામલો ગોંડલના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સુધી પહોંચ્યો હતો. ગોંડલના પૂર્વ ધારાસભ્યના માણસો અને તેના દીકરા ગણેશ ગોંડલ દ્વારા જાટ પિતા-પુત્રને માર મરાયા હોવાનો પિતાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ સમગ્ર મામલાએ રાજકીય વળાંક લીધો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઘટનાક્રમ આવો છે. ૨ માર્ચ ૨૦૨૫ના રોજ પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા,૩ માર્ચના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ ઘરે થી નીકળી ગયો હતો,૩ તારીખના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો,૪ તારીખના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો,આશ્રમમાંથી નીકળ્યાના ૫૦૦ મીટર દૂર રોડ અકસ્માતમાં થયું હતું મોત,૪ માર્ચના રોજ રાત્રિના ૩ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં થયું હતું મોત,૯ માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી ઓળખ,પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી. રાજકુમાર જાટના પિતાએ દીકરા માટે ન્યાયની માંગ કરી હતી. તેઓએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution