બિગ બોસ 14: અભિનવ પર લાગ્યા ગંભીર આરોપ,પત્ની રુબીના રડી

 મુંબઇ

રિયાલિટી શો બિગ બોસ ૧૪ આજકાલ ટીવીની દુનિયામાં ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. નવા સભ્યોની સાથે શોમાં બિગ બોસ ૧૪ના જૂના સભ્યોની પણ એન્ટ્રી થઇ છે. જે એક-બીજા સાથે સ્પર્ધા કરતાં જોવા મળી રહ્યાં છે. સાથે જ બિગ બોસ ૧૪નો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

આ વીડિયોમાં એકવાર ફરી કવિતા કૌશિક વિકેન્ડ કા વારમાં જોવા મળશે. તે રૂબીના દિલાઇક અને અભિનવ શુક્લા પર આરોપ મુકતી નજરે પડે છે. કવિતા કૌશિક રૂબીના સાથે ઝઘડો કરીને ઘર છોડીને જતી રહી હતી. 

પ્રોમો વીડિયોમાં કવિતા કૌશિક સ્પર્ધક અભિનવ શુક્લા પર આરોપ મૂકે છે કે, તેણે ઘણીવાર મને વાઇલેન્ટ મેસેજ કર્યા હતા. જે અંગે અભિનવ કહે છે કે, મેસેજવાળી વાત ખોટી છે. જ્યારે કવિતા તેને પટલ સવાલ કરે છે કે, તો પછી જણાવ કે આપણી મિત્રતા કેમ તૂટી? જે અંગે અભિનવ કહે છે કે મને કોઇ ફેર નથી પડતો. સાથે જ કવિતા કહે છે કે, તને એટલે ફેર નથી પડતો કે તું સાચું બોલવા માગ્તો નથી. 

અભિનવ શુક્લા અને કવિતા કૌશિક વચ્ચે ઉગ્ર દલીલોને જોતાં રુબીના દિલાઇક ખૂબ રડે છે. આ વીડિયો કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર ફેન્સ ઘણી કમેન્ટ્સ કરી રહ્યાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution