માંજલપુર બેઠક પર ભાજપા ઉમેદવાર યોગેશ પટેલના સમર્થનમાં બાઈકરેલી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ડિસેમ્બર 2022  |   1386

માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અને સતત સાત ટર્મથી ધારાસભ્ય અને ૮મી વખત ચૂંટણી લડી રહેલા યોગેશ પટેલના સમર્થનમાં પંચશીલ મેદાન માંજલપુર ગામથી સ્કૂટરરેલી યોજાઈ હતી. આ રેલીને પૂર્વ કેન્દ્રિયમંત્રી મેનકા ગાંધીએ પ્રસ્થાન કરાવી હતી અને તેઓ રેલીમાં પણ જાેડાયાં હતાં. રેલીમાં ર૦૦થી વધુ સ્કૂટર, બાઈક પર કાર્યકરો, કાઉન્સિલરો અને અગ્રણીઓ જાેડાયા હતા. આ રેલી માંજલપુર, જીઆઈડીસી, તરસાલી, દંતેશ્વર, પ્રતાપનગર, મકરપુરા, જાંબુવા, માણેજા ગામ સહિત વિસ્તારોમાં ફરીને માણેજા ગામમાં સમાપન થઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution