સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપે લઘુમતી મોરચાની નવી ટીમની જાહેરાત કરી દીધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   2376

ભાજપમાં મુખ્યત્વે સાત મોરચા આવેલા છે. જેમાં મહિલા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા, યુવા મોરચા, બક્ષીપંચ મોરચા અને કિશાન મોરચા સમાવેશ છે. જેમાં ભાજપે યુવા મોરચા અને અનુસૂચિત જનજાતિ મોરચા ટીમ જાહેરાત કરી હતી. હવે ભાજપ દ્વારા લઘુમતી મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને સંગઠન મહામંત્રી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ લઘુમતી ટીમના હોદ્દેદારોની ભાજપે નિયુક્તિ કરી છે. ભાજપે લઘુમતી મોરચામાં કુલ ૨૧ આગેવાનોને વિવિધ હોદ્દાઓ જેમ કે પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને પ્રદેશ કાર્યાલય મંત્રી જેવા મહત્વના હોદ્દેદારોની ટીમ જાહેર કરી છે. જેમાં ભાજપે પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વાસિમભાઈ શેખ, હુસેનભાઇ દલ, મોહમ્મદ ઇલિયાસભાઈ મલેક, અબ્દુલ વહાબખાન પઠાણ નિયુક્તિ કરી છે. આ નેતાઓ કે જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો વસ્તી ધરાવતા જિલ્લા જેવા કે ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, કચ્છ, નવસારી અને ભરૂચમાંથી આવતા આગેવાનોને પ્રતિનિધિત્વ આપ્યું છે. તે પ્રમાણે પ્રદેશ મહામંત્રી તરીકે તારિકભાઈ સોલંકી, અબ્બાસી સદાબ અબ્દુલકાદર અને અન્ય આગેવાનોની, કે જેઓ રાજકોટ, જામનગર, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાંથી તેમની નિયુક્તિ ભાજપે કરી છે. જ્યારે પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે રફિકભાઈ અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે અલ્તાફભાઈ બુખારીની નિમણૂક કરાઈ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution