વડોદરા, તા. ૨૭

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેન્દ્રીય મંત્રી ર્નિમલા સિતારમન અને એસ. જયશંકરને પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવા આવનાર છે. ત્યારે ડૉ. એસ. જયશંકર હાલ ગુજરાથી રાજ્યસભાના સાંસદ છે, જ્યારે ર્નિમલા સિતારમન કર્ણાટકથી રાજ્ય સભાના સાંસદ છે. તેવા સંજાેગમાં વડોદરા બેઠક પરથી વિદેશ મંત્રી એસ. જયશંકરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા નકારી શકતી નથી.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગણતરીના દિવસોમાં જાહેરાત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ગઈકાલથી ગુજરાત ભાજપ દ્વારા ૨૬ બેઠક પર સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ ડૉ. એસ. જયશંકર અને ર્નિમલા સિતારમન પણ લોકસભાની ચૂંટણી લડશે. હાલ ડૉ. એસ. જયશંકર ગુજરાતમાંથી જયારે ર્નિમલા સિતારમન કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ છે. ત્યારે ડૉ. એસ. જયશંકરને ગુજરાતમાંથી અને ર્નિમલા સિતારમનને કર્ણાટકમાંથી જ લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ સંજાેગમાં ગુજરાતમાં પેરાશૂટ ઉમેદવાર માટે સૌથી સુરક્ષિત બેઠક વડોદરા માનવામાં આવે છે. જેથી ડૉ. એસ. જયશંકરને વડોદરાથી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ વધારે જાેવા મળી રહી છે. ભૂતકાળમાં પણ વડોદરા બેઠક પર પેરાશૂટ ઉમેદવારો ભાજપના કમળના નામે ચૂંટણી લડ્યા અને જીત્યા છે.

જાેકે, તાજેતરમાં ડૉ. એસ. જયશંકરની વડોદરા મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એક નિવેદન કર્યું હતું કે, વિશ્વમાં ભારતને ત્રીજી મહાસત્તા બનાવવાની છે. જેમાં વડોદરાનું મહત્વ ખુબ જ વધારે રહેશે. આ નિવેદન બાદ કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની વડોદરાથી દાવેદારી લગભગ મનાઈ રહી છે.

ડૉ. એસ. જયશંકરને વડોદરાથી ઉમેદવારી કરાવવાના કારણો

• વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એસઓયુના પ્રભારી તરીકે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓ દ્વારા વિશ્વભરમાં એસઓયુનો પ્રચાર પ્રસાર કરવામાં આવે. એસઓયુના પ્રભારી હોવાથી તેઓ વારંવાર વડોદરા આવતા હોય છે, એટલું જ નહીં એસઓયુ ખાતે રોકાણ કરી તેના વિકાસ પર પણ નજર રાખતા હોય છે. એવામાં તેમને વડોદરાથી લોકસભામાં લઇ જવામાં આવે તો વડોદરા અને એસઓયુ બન્નેના વિકાસ પર તેઓ નજર રાખી પૂરતો સમય ફાળવી શકે.

• ડૉ. એસ. જયશંકર હાલ ગુજરાથી રાજ્યસભાના સાંસદ છે. રાજ્યસભાના સાંસદ તરીકે એસ. જયશંકરે રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી ૧૯મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ઉમેદવારી નોંધાવી હતી. જેમની ટર્મ ૧૮ ઓગસ્ટ ૨૦૨૯ના રોજ પૂર્ણ થઇ રહી છે. જેમની ટર્મ ૬ વર્ષની છે. જે ટર્મ હજી પાંચ વર્ષ બાકી છે. ત્યારે તેમને લોકસભામાં ઉમેદવારી કરાવવામાં આવે તો તેઓની રાજ્યસભાની બેઠકી ખાલી પડે અને તેના પર પેટા ચૂંટણીની પણ વાત ચાલી રહી છે.