લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026 |
વડોદરા |
2079
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપા દ્વારા ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસના એક દિવસ પૂર્વે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ગત બોર્ડના ૧૬ કાઉન્સિલરોને રીપીટ કરાયા હતા. જ્યારે ગત બોર્ડ પૂર્વેના ૭ને ફરી ટીકીટ આપવામાં આવી હતી. આમ કુલ ૨૩ પૂર્વ કાઉન્સિલરોને ટીકીટ ફાળવવામાં આવી હતી. જ્યારે ૫૩ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં એક પૂર્વ કાઉન્સિલરના પૂત્ર, એક પૂર્વ કાઉન્સિલરની દીકરી તેમજ પૂર્વ ધારાસભ્યના પૂત્રને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગત બોર્ડના પાંચેય હોદ્દેદારોની ટીકીટ કરાઈ હતી. જાેકે, ગઈકાલે સવારથી દાવેદારો અને કાર્યકરોમાં કોને ટીકીટ મળશે અને કોણ કપાશે? તેની ઉત્તેજનાનો આખરે અંત આવ્યો હતો.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે નિશ્ચિત જીત સાથે કાઉન્સિલર બનવા માટે ભાજપાની ટીકીટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ વિવાદ ટાળવા માટે ગાંધીનગર ખાતે સંકલનની મળેલી બેઠકમાં ત્રણ-ત્રણની જ્યારે કેટલાક વોર્ડમાં ચાર-ચારની પેનલ બનાવી હતી. જાેકે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈકાલે બપોરે મળી હતી. જેમાં માત્ર ૩૦ મિનીટ ચર્ચા કરાઈ હતી. ત્યાર ગત મોડીરાત્રે કે આજે સવારે ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા વચ્ચે મોટાભાગના દાવેદારોએ ઉજાગરા કર્યા હતા. જ્યારે આજે સવારથીજ યાદીની રાહ જાેઈને બેસ્યા હતા.
જાેકે, અનેક નામો અને કોને ટીકીટ મળશે, કોણ કપાશે?ની છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળો વચ્ચે આજે સાંજે ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવા દ્રષ્યો જાેવા મળ્યા હતા. જાેકે, અનામત બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયા બાદ યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણીમાં ગત બોર્ડના ૮ પુરૂષ અને ૮ મહિલા કાઉન્સિલર મળીને કુલ ૧૬ને રીપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે ગત બોર્ડ પૂર્વેની બોર્ડના ૭ કાઉન્સિલરોને ફરી ટીકીટ ફાળવવામાં આવી હતી.
જ્યારે ગત ટર્મમાં મેયર, ડે. મેયર, સ્થાયી સમિતીના ચેરમેન, નેતા અને દંડક પદે રહેલા પાંચ પદાધિકારીઓની ટીકીટ કપાઈ હતી.જ્યારે વોર્ડ-૬માં પૂર્વ કાઉન્સિલર પરષોત્તમ હેમનાનીના પૂત્ર પવનને, વોર્ડ-૧૩ના પૂર્વ કાઉન્સિલર જ્યોતીબેન પટેલની પૂત્રી નીધીને જ્યારે પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડીયાના પુત્ર હીરેનને વોર્ડ ૧૭માં ટીકીટ આપવામાં આવી છે. જાેકે, ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ કેટલાક વોર્ડમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે વોર્ડ-૧૬ સહિત કેટલાક વોર્ડના કાર્યકરો શહેર ભાજપાની કચેરીએ પહોંચીન નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે ભાજપા કાર્યાલય ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જામી હતી. કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા જાેવા મળ્યા હતા.