વડોદરા

પાલિકાની ચૂંટણીઓ પત્યા બાદ જીતેલા ઉમેદાવારોએ ચૂંટણી દરમિયાન વિરોધમાં મત આપનારાઓને ઠેકાણે પાડવાનું શરૂ કર્યું હોય વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર નિતિન ડોંગાએ તેમના મત વિસ્તારના એક ઇસમને જાતિ વિરૃધ્ધ ઉચ્ચારણો કરી,દુકાન તોડાવી નાંખવાની ધમકી આપી ,આગામી પાંચ વર્ષ મારાજ છે એમ જણાવતાં ફફડી ઉઠેલા નગીન વાળાએ પોલીસ મથકમાં અરજી આપી છે.

ચુંટણી જીતીને આવ્યા બાદ નિતિન ડોંગાએ ‘તુ એ મારી વિરુદ્ધ કેમ વોટ કરાવ્યા છે, એમ કહીને ધમકી આપ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. ગોત્રી રોડ પર કંચનલાલના ભઠ્ઠામાં રહેતાં અને ટ્રેડર્સનો ધંધો કરતાં અક્ષય નગીનભાઈ વાળાના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે વોર્ડ નં. ૧૦ના ઉમેદવારો તેમનો સંપર્ક કરતાં હતાં. જેમાં તેમના ઘરની નજીક રહેતાં ભાજપી ઉમેદવાર નિતિન ડોંગા રૂબરૂમાં તેમજ ફોન પર વાતચિત કરતાં હતાં. જાેકે, ચૂંટણીમાં અક્ષયના અન્ય મિત્ર ઉભા હોઈ તેણે તેના માટે પ્રચાર કર્યો હતો.

એવો આક્ષેપ કરાયો છે કે, મત ગણતરી બાદ વોર્ડ નં. ૧૦ની બેઠક પરથી જીતી ગયેલા નિતિન ડોંગાએ અક્ષયનાં ઘર પાસે મળીને કહ્યું હતું કે, તુ એ મારી વિરુદ્ધ કેમ વોટ કરાયા, તું જાે હવે હું શું કરું છું. કાલે જ તારી દુકાન તોડાવી નાખુ છું. એમ કહીને જાતિ વિરૃધ્ધ ઉચ્ચારણો કર્યા હતા. આગળના પાંચ વર્ષ મારાં જ છે. ઉપરોક્ત અરજી અક્ષયે ગોત્રી પોલીસને સુપરત કરી, એટ્રોસિટીના કાયદા હેઠળ ફરિયાદ કરવા માંગણી કરી છે. પોલીસ સૂત્રો અનુસાર, આ મામલે તપાસ કરવામાં આવશે, આક્ષેપોમાં કોઈ તથ્ય પ્રાપ્ત થશે તો ત્યારબાદ આગળની

કાર્યવાહી કરાશે.

રાજકીય દ્વેષથી અરજી કરાઇ

રાજકીય દ્વેષથી ખોટી અરજી કરવામાં આવી છે. હું એ વ્યક્તિને મળ્યો જ નથી, મેં એને ઘણાં સમયથી જાેયો પણ નથી. મેં એનો ફોન પણ કર્યા નથી. પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે જ.

• નિતિન દોંગા, મ્યુનિ.કોર્પોરેટર